• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Parineeta Files Complaint Against Husband For Abandoning Mother Of Three For Girlfriend, First Time In Kutch Under Triple Divorce Clause

ટ્રિપલ તલાક:પ્રેમીકા માટે ત્રણ બાળકોની માતાને તરછોડતાં પરીણિતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી, કચ્છમાં પ્રથમ વખત ટ્રિપલ તલાકની કલમ હેઠળ ફરિયાદ

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વખત તલાક નોટિસ મોકલીને છૂટાછેડાની પેપરમાં જાહેરાત આપતા ટ્રિપલ તલાકની ફરિયાદ નોંધાઇ

કચ્છમાં પ્રથમ વખત ટ્રિપલ તલાકની કલમ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે. ભુજમાં પતિએ પત્નિને તલાકની ત્રણ લેખિત નોટિસો આપી તરછોડી દેતા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

પરીણિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેના લગ્ન 10 વર્ષ અગાઉ અબ્દુલ કાદર હાજી અબ્દુલ્લા મેમણ સાથે થયાં હતાં. તેને સંતાનમાં ત્રણ પુત્રો પણ છે. જ્યારે તેનો પતિ છેલ્લા બે વર્ષથી અન્ય સ્ત્રી સાથે પ્રેમમાં સબંધ છે. જેના કારણે તેણે પરીણિતાને મારકુટ કરી ગાળો આપી ઘરની બહાર હાંકી મુકી હતી અને તલાકની ત્રણ લેખિત નોટિસો મોકલી શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યો હતો.

પોલીસ ફરિયાદ મુજબ આરોપી પતિએ પરીણિતા પાસેથી ત્રણેય પુત્રોનો કબજો લઈ લીધો હતો. તેમજ તલાકની ત્રણ નોટિસોની બજવણી થઈ ગયાની જાહેર નોટિસ વર્તમાનપત્રમાં છપાવી હતી. જેમાં પતિ-પત્નિના સંબંધોનો અંત આવ્યો હોવાનું છપાવતા મહિલાએ કાયદાનો સહારો લઈ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.

અારોપીઅે પિતાની સાથે કામ કરતા શખ્સની પત્ની સાથે લગ્ન કરી લીધા
અારોપી અબ્દુલકાદર મેમણના પિતા હાજી અબ્દુલ્લા મસ્કત (અોમાન)માં નોકરી કરે છે, તેની સાથે તેમના જ સમાજનો અેક શખ્સ કામ કરતો હતો અને સાથે રહેતા હતા. અે વચ્ચે પિતા સાથે કામ કરતા શખ્સની પત્ની અફસાના સાથે અાંખ મળી ગઇ હતી અને બે વર્ષ સુધી પ્રેમ સબંધ ચાલ્યા બાદ તેની સાથે લગ્ન કરી લીધા હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.

અારોપીનો ગુનાહિત ઇતિહાસ, જુગારના ગુનામાં ભાગેડુ
અબ્દુલકાદર શહેરના અમન નગર ચાર રસ્તા પાસે પોતાની અોફીસમાં જુગાર ધામ ચલાવતો હતો, અેકાદ-બે વખત તે જુગાર રમતા પકડાયો હોવાનું તેમજ હાલ પણ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલા જુગારના ગુનામાં નાસતો ફરતો હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...