શહેરમાં ફતેહમામદના હજીરા પાસે પોતાની માતા સાથે રહેતી પરિણિતાને તેનો પતિ હેરાન કરતા મહિલા પોલીસ મથકે અરજી અાપી હતી, બાદમાં મહિલાઅે તલાકની માગણી કરતા પતિ, સાસુ અને નણંદે માર મારી ધાકધમકી કરતા ચાર સામે ફોજદારી નોંધાઇ હતી. મહિલાઅે તેના પતિ, સાસુ, નણંદ અને નણંદના પતિ સામે અે ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.
સુત્રોમાંથી મળતી વિગતો મુજબ જમીલાબેન ઇબ્રાહીમ લંઘા (રહે. ફતેહમામદ હજીરા પાસે,ભુજ)વાળાઅે તેના પતિ ઇબ્રાહીમ અબ્દુલ લંઘા (રહે. ભુજ), સાસુ રહેમતબેન અબ્દુલ, નણંદ રૂકશાના લંઘા અને તેનો પતિ અબ્દુલ ફકીરમામદ લંઘા (રહે. ભચાઉ) સામે ફરિયાદ નોંધાવી હતી. થોડા સમય પૂર્વે ફરિયાદીઅે તેના પતિ સાથે માથાકુટ થતા મહિલા પોલીસ મથકમાં અરજી અાપી હતી, બાદમાં ફરિયાદીને તેનો પતિ, સાસુ અને નણંદ ફોન પર માથાકુટ કરતા હતા. મહિલા કંટાળીને તલાક અાપવાની માગણી કરતા ચારેય મળીને માર માર્યો હતો.
પશુપાલન વિભાગના નિવૃત્ત કર્મીને પાડોશીઅે માર માર્યો
શહેરના ભાનુશાળી નગર પાસે અાવેલી માધવપાર્ક સોસાયટીમાં રહેતા પશુપાલન વિભાગના નિવૃત્ત કર્મચારી હમીરભાઇ માયાભાઇ ખાંખલાઅે પોતાના પાડોશી રીટાબેન ભટ્ટ અને તુષાર ભટ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી સવારે વોકિંગ કરવા માટે નિકળ્યા ત્યારે અારોપી તેમના ઘર સામે કચરો ફેંકતા હતા જેથી ઘર સામે કચરો ફેંકવાને બદલે નગરપાલિકાની કચરા ટોપલીમાં ફેંકવાની સલાહ અાપતા બંને ઉશ્કેરાઇ જઇ જાતી અપમાનિત કરી માર માર્યો હતો. બી ડિવિઝન પોલીસ મથકે અેટ્રોસિટી અને મારામારીની કલમ તળે ફરિયાદ નોંધાવાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.