તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાય રે કોરોના:લકવાગ્રસ્ત અશક્ત શરીર, કોરોના પોઝિટિવ અને વૃદ્ધના પેટમાં છે કરમીયા

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદના વૃદ્ધ કોઇ કામ અર્થે ગાંધીધામ અાવ્યા પછી લકવાનો અટેક બાદ કોરોના ગ્રસ્ત બન્યા

ગાંધીધામની રામબાગ હોસ્પિટલમાંથી તા. 12મી મે નારોજ ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત અજાણ્યા વૃદ્ધને ખસેડવામાં આવ્યા હતા. આ અજાણી વ્યક્તિ અંદા. ૬૦ વર્ષના છે અને ડાબો અંગ લકવાગ્રસ્ત હોવાથી તેઓ બોલી શકતા નથી. આ વૃદ્ધ લકવાગ્રસ્ત હોવાથી તેમની ખાવાપીવાની સેવા હોસ્પી. સ્ટાફ દ્વારા કરવામાં આવે છે. સક્ષમ સ્ટાફના નર્સિંગ આસિસ્ટન્ટ જાગૃતિબેન ગોહિલ સવારે લીંબુપાણી પીવડાવી રહ્યા હતા ત્યારે વૃદ્ધે અચાનક ઉલ્ટી કરી દીધી અને તેમના મોં માંથી કરમિયાના જીવડા નીકળ્યા હતા.

વોર્ડના રાઉન્ડ દરમિયાન ડૉ. પૂર્વીએ દર્દીની ઓળખ તપાસ માટે કાગળ અને પેન આપ્યા ત્યારે તેણે પોતાનું નામ મહેશ વિષ્ણુપ્રસાદ ભટ્ટ છે અને અમદાવાદના રહેવાસી છે તેવી જાણ આપી હતી. તેમના ઈશારા પરથી અંદા. માહિતી મેળવી શકાઈ છે કે તેઓ કામધંધો કરવા ગાંધીધામ આવ્યા હશે અને લકવાનો અટેક આવ્યો અને સારવાર ત્યાં જ લઈ રહ્યા હશે, આ સમયમાં જ કોરોનાના બંદીવાન માહોલમાં તેઓ પોતાના ઘરે પાછા જઈ શક્યા નથી.

પ્રાપ્ત માહિતી અનુસાર ખબર પડી કે ગાંધીધામ નિઃસહાય પડેલા આ વૃદ્ધની તબિયત બગડતા રામબાગ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા જનરલ હોસ્પિટલના કોવિડ સસ્પેકટેડ વોર્ડમાં દાખલ કર્યા છે. હવે પછીની તમામ સારવાર કન્સલ્ટન્ટ ડૉ. વિવેકની હાજરીમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...