તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દર્દીઓની મુશ્કેલી વધી:પાવરપટ્ટી પંથકમાં કોરોનાની મહામારી વચ્ચે આરોગ્ય સેવાને સ્ટાફ ઘટનો લકવો

નિરોણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નિરોણા PHCને વધારાનો ચાર્જ સોંપાતાં દર્દીઓને હાલાકી

રૂદ્રમાતાથી થાન જાગીર સુધી ફેલાયેલા પાવરપટ્ટી પંથકમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે વચ્ચે આરોગ્ય સેવાને સ્ટાફ ઘટનો લકવો મારી ગયો છે. નિરોણાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજરત તબીબને વધારાનો ચાર્જ સોંપાતાં દર્દીઓની મુશ્કેલી વધી છે.

રેપિડ ટેસ્ટ કિટની અછત તેમજ આરટીપીસીઆર ટેસ્ટના રિપોર્ટમાં વિલંબ જેવી સમસ્યાનો એકાદ માસથી સામનો કરી રહેલા પાવરપટ્ટીના મુખ્ય મથક નિરોણાના આરોગ્ય કેન્દ્રના તબીબને નખત્રાણા બ્લોક હેલ્થ સેન્ટરનો ચાર્જ સોંપાતાં મોટા ભાગે તાલુકા કક્ષાએ વ્યસ્ત રહે છે પરિણામે કરાર આધારિત આયુષ ડોક્ટરના શીરે સઘળી જવાબદારી આવી ચડી છે. આસપાસના 25થી 30 ગામો લાગુ પડે છે એવા આરોગ્ય કેન્દ્રમાં સાંજે 6.30થી સવારે 9 સુધી કોઇ ફરજ પર હોતુ નથી પરિણામે ઇમરજન્સીના કિસ્સામાં ક્યાં જવું તે અંગે લોકો દ્વિધામાં મુકાય છે.

લોકોને આરોગ્ય સેવા મળી રહે તે માટે વંગ, બિબર અને નિરોણામાં પેટા આરોગ્ય કેન્દ્ર બનાવાયા છે પણ તેને તાળા મારેલા જોવા મળે છે. જો આ કેન્દ્રોમાં રેપિડ ટેસ્ટ શરૂ કરાય તો લોકોને નિરોણા સુધી આવવાની જરૂર ન પડે અને સંક્રમણ પણ રોકી શકાય તેમ છે. આ માટે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરને કામગીરી સોંપાય તેવી માગ લોકો કરી રહ્યા છે.

સાંસદે સીએચસી માટે માત્ર જાહેરાત જ કરી
અઢી વર્ષ પહેલાં નિરોણાની મુલાકાતે આવેલા સાંસદ વિનોદ ચાવડાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફેરવાશે તેવી જાહેરાત કરી હતી. આ દિશામાં આજ સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી પરિણામે સાંસદનો વાયદો સ્વપ્ન સમાન બની ગયો છે તેમ સ્થાનિકો કહી રહ્યા છે.

રેડક્રોસે કરોડોના ખર્ચે આરોગ્ય કેન્દ્ર બનાવ્યું
ભૂકંપ બાદ રેડક્રોસ દ્વારા લોકોને સુવિધા મળી રહે તે આશય સાથે કરોડોના ખર્ચે આધુનિક આરોગ્ય કેન્દ્ર બનાવાયું હતું. સંસ્થાએ જે તે સમયે પોતાની જવાબદારી નિભાવી પણ તંત્રે ગંભીરતાથી ન લેતાં આરોગ્ય કેન્દ્ર ધૂળ ખાઇ રહ્યું છે. કેન્દ્રમાં દર્દીને દાખલ કરવા સહિતની સુવિધા છે પણ સ્ટાફના અભાવે હાલે બિનઉપયોગી રહેતાં જાગૃત ગ્રામજનોમાં કચવાટની લાગણી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો