પેપર લેસ બજેટ:જિલ્લા પંચાયતના હિસાબી વર્ષથી પેપરલેસ બજેટ

ભુજ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિકાસ કમિશનરની કચેરીએથી મુખ્ય હિસાબી અધિકારીની સૂચના
  • જિલ્લા વિકાસ અધિકારીને 22 નવેમ્બરે પત્ર લખી કાર્યવાહી કરવા કહેવાયું

ગાંધીનગરથી વિકાસ કમિશનરની કચેરીએથી મુખ્ય હિસાબી અધિકારીએ જિલ્લા વિકાસ અધિકારીને 22મી નવેમ્બરે પત્ર લખી આગામી નાણાકીય વર્ષ 2022/23થી પેપર લેસ બજેટ રજુ કરવા જણાવ્યું છે, જેથી એ દિશામાં કાર્યવાહી કરવા ગતિવિધિ શરૂ થઈ રહી છે.

મુખ્ય હિસાબી અધિકારીએ પત્ર મારફતે વધુમાં જણાવ્યું છે કે, ગુજરાત પંચાયતી રાજના ઘણા વર્ષો થયાં. પરંતુ, હજુ પણ ઘણા જિલ્લાઓમાં પંચાયતી બજેટની કામગીરી મેન્યુઅલી પધ્ધતિથી થાય છે. જોકે, કેટલાક જિલ્લાઓએ ઓન લાઈન પેપર લેસ કરે છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના ડિજિટલ ઇન્ડિયા કેમ્પેઈન અંતર્ગત તમામ જિલ્લા પંચાયતો પોતાના વાર્ષિક બજેટ ઓનલાઈન પેપર લેસ પધ્ધતિથી કરવાનો અભિગમ રાખે એ આવનારા ભવિષ્ય માટે અનિવાર્ય છે, જેથી જે જિલ્લા પંચાયતોમાં ઓન લાઈન પેપર લેસ બજેટ રજુ થતા નથી એ જિલ્લા પંચાયતો ગંભીરતાથી લે. તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતો સંપૂર્ણ ગોપનીયતા જળવાય એ રીતે સામાન્ય સભામાં હિસાબી વર્ષ 2022/23 માટે ઓન લાઈન પેપર લેસ બજેટ રજુ કરે. જે નવતર પ્રયોગ જિલ્લા વિકાસ અધિકારી કક્ષાએથી હાથ ધરવાનું રહેશે.

સદસ્યોને પી.ડી.એફ.મા મળશે
આમ તો હવે સામાન્ય સભાની તારીખ, એજન્ડા સહિતની વિગતો મોબાઈલ અને મેઈલ કરી જ દેવાય છે. યોજનાઓ પણ પ્રોજેક્ટર મારફતે સમાજાવી જ દેવાય છે. હવે બજેટ બૂક પણ પી.ડી.એફ.મા મળશે.‌ જોકે, પી.ડી.એફ.મા તૈયાર રખાય જ છે. પરંતુ, હવે પ્રિન્ટેડ કાગળને બદલે લેપટોપથી વાંચન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...