તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘોર બેદરકારી:પાલિકાના ઠેકેદારે પાણી જોડાણ માટે ગેસની લાઈન તોડતા ફેલાયો ગભરાટ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત ગેસની લાઈનનું સૂચના બોર્ડ હોવા છતાં જેસીબી ચલાવતા થયું નુકસાન
  • સિવિલ ડિફેન્સના વોર્ડન સ્થળ પર પહોંચીને સંલગ્ન એજન્સીઓને સતર્ક કરી
  • ગેસ લીક થતા સ્થળ પર ઉપસ્થિત લોકોમાં ગભરાટ સાથે મચી ભાગદોડ
  • કંપનીના ટેકનિકલ સ્ટાફ દ્વારા બે કલાકમાં સપ્લાય પૂર્વવત કરાયો

શહેરમાં ગમે ત્યારે ગમે તે વિસ્તારમાં પાણી અને ડ્રેનેજ કામ સબબ ખાડા ખોદી નાખવા માટે તત્પર અને તે કામ પૂર્ણ કરવામાં ઉદાસીન એવી સુધરાઇએ શનિવારે બેદરકારીનું દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. આજે સવારે અગિયાર વાગ્યા બાદ ભુજ-માંડવી રોડ પર રૂપમ શોરૂમના ત્રીભેટે ભુજ નગરપાલિકાના નર્મદા પાણી પાઈપ લાઈનનું જેસીબી દ્વારા ખોદાણ કામ દરમ્યાન ગુજરાત ગેસ એજન્સીની લાઈનમાં ભંગાણ સર્જાતા ગેસનું પ્રેશર ઊભુ થયું હતું અને અંદાજે દસથી પંદર ફૂટ સુધી ઊંચાઈ સુધી ફુંવારા સ્વરૂપે બહાર નીકળ્યું હતું.

અચાનક અવાજ સાથે ઘટના બનતા આસપાસના લોકોમાં દોડધામ મચી ગઇ હતી અને ગભરાટ ફેલાયો હતો. નજરે જોનારા લોકોના કહેવા મુજબ ગેસની તીવ્ર વાસ દૂર સુધી આવતી હતી અને જો કોઈ બીડી સિગારેટ જેવું આસપાસ જવલનશીલ પદાર્થ હોત તો મોટી દુઘર્ટના સર્જાઈ હોત. ઉલ્લેખનીય છે કે, જેસીબી જે જગ્યાએ ખોદાણ કરતું હતું ત્યાં જ ગુજરાત ગેસનું સાવચેત કરતું બોર્ડ લાગેલું હતું કે, ‘ખોદકામ અગાઉ આપેલા નંબર પર સંપર્ક કરવો’, તો પણ બેદરકારી દાખવી તે ગંભીર બાબત છે.

નાગરિક સંરક્ષણ દળના વોર્ડન ફર્સ્ટ રિસ્પોન્ડર બનતા સદભાગ્યે દુર્ઘટના ટળી
​​​​​​​ભુજ-માંડવી રોડ પર હિલ ગાર્ડન વળાંક પાસે ભુજ નગરપાલિકાના નર્મદા પાણી પાઈપ લાઈન માટે ખોદકામ દરમ્યાન ગુજરાત ગેસ એજન્સીની લાઈનમાં ભંગાણ સર્જાતા નાગરિક સંરક્ષણ દળના વોર્ડન અરૂણ જોશીને જાણ થતા ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ચીફ વોર્ડન ચિરાગ ભટ્ટને બનાવની વિગતે જાણકારી આપતા તરત જ ઘટના સ્થળે પહોંચી આવેલ અને સલગ્ન એજન્સીઓ પાસેથી ઘટના અંગેની વધુ જાણકારી મેળવી તથા એજન્સીના ઇમરજન્સી નંબર ઉપર જાણ કરતા એજન્સીનો ટેકનિકલ સ્ટાફ સ્થળ ઉપર પહોંચીને વાલ્વ બંધ કરતા લીકેજ બંધ થયેલ. જિલ્લા કન્ટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થળ ઉપર તુરંત રીપેરીંગની કામગીરી હાથ ધરી અને તૂટેલ લાઈનને રિપેર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...