તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર વિશેષ:મોટા અંગિયામાં ઉજવાશે પાનેતર ઉત્સવ, તમામ ધર્મ- જ્ઞાતિની 71 દીકરીઓ લગ્નગ્રંથીથી જોડાશે

ભુજ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષથી થઈ રહ્યું છે પ્રેરણાદાયી કાર્ય
 • વિવિધતામાં એકતા, ગ્રામ પંચાયતના સમૂહલગ્નના આયોજનમાં સામાજિક-ધાર્મિક સમાનતાના દર્શન થશે

મોટા અંગિયા ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી સ્થાનિક અને આસપાસના ગામોની દીકરીઓ માટે સમૂહલગ્ન યોજવામાં આવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય હેતુ સમાજમાં દીકરીઓનું સ્થાન ઊંચું લાવવા, સમાજમાં એકરૂપતા જળવાય, વાલીઓને ખોટા આર્થિક ખર્ચાથી બચાવવામાં આવે અને વાલીઓ સરળતાથી લગ્ન પ્રસંગના આયોજન યોજી શકે એ માટેનો છે. આ સમૂહલગ્નમાં લગ્નનોંધણી લગ્ન દિવસે સ્થળ ઉપર કરી આપવામાં આવે છે સાથે ‘કુંવરબાઈનું મામેરો’ યોજનાનો લાભ અપાવવામાં આવે છે. આ સમગ્ર કાર્યક્રમ લોકભાગીદારીથી થાય છે. દીકરીઓને દાતાઓ દ્વારા વિવિધ ભેટો પણ આપવામાં આવે છે.

એક જ મંડપ નીચે તમામ ધર્મ-જ્ઞાતિઓની લગ્નવિધિઓ સંપન્ન કરાવવામાં આવે છે. બે વર્ષમાં 21 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા બાદ આ વર્ષે 14 માર્ચના સમૂહલગ્નમાં 71 જેટલી દીકરીઓ ભાગ લઈ રહી છે. ગ્રામ પંચાયત દ્વારા સમૂહલગ્નને “પાનેતર” યોજનાનો નામ આપવામાં આવ્યો છે. આ સમૂહલગ્ન આયોજનમાં વિવિધ જ્ઞાતિઓ તથા ધર્મના અગ્રણીઓ તથા સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. તેમ મોટા અંગિયા ગ્રામ પંચાયતના સરપંચ ઇકબાલ ઘાંચીએ જણાવ્યું હતું. આ સમૂહલગ્ન અંગેની વધુ માહિતી www.motaangiyapanchayat.com પર આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો