તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છ પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળે લાંબા સમયથી 17 જેટલા પડતર પ્રશ્ને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા સાથે બેઠક યોજી હતી, જેમાં કોરોના કાળમાં રાત દિવસ જોયા વગર વોર્ડ બોયને અારોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે મુખ્યમંત્રી કોરોના વોરીયર્સ યોજના હેઠળ 10 હજાર ચૂકવવા જાહેર કર્યા હતા અેનો લાભ અપાવવા અનુરોધ કર્યો હતો. કચ્છ જિલ્લા પંચાયત ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ બીપીન ગોરે જણાવ્યું હતું કે, ઉચ્ચતર પગાર ધોરણ, બોનસની રકમ મળવામાં વિલંબ, સિંચાઈ, બાંધકામના રોજમદાર કર્મચારીઅોની સિન્યોરીટી લીસ્ટ બહાર પાડવા સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી.
મંત્રી હરદેવસિંહ જાડેજાઅે જણાવ્યું હતું કે, અે ઉપરાંત કર્મચારીઅોની સેવાપોથી નોંધ ન થવા, ડુપ્લિીકેટ સેવાપોથી બનાવવા, જિલ્લા પંચાયતમાં પાર્કિંગ શેડ બનાવવા, પાંચ વર્ષથી મૃત્યુ પામનારા કર્મચારીઅોના વૃદ્ધ માતાને પેન્શન સહિતની માંગણીઅો મૂકાઈ હતી. ઉપપ્રમુખ સંજય રાઠોડે જણાવ્યું હતું કે, ગણવેશ કાપની ખરીદીની મુક્ત બજારમાંથી ખરીદી કરવા અને કોવિડ-19માં રાત દિવસ જોયા વગર વોર્ડબોયઅે સતત 3 માસ સુધી સેવા અાપી છે.
તેઅોને સરકારી યોજના મુજબ લાભ અાપવા પણ વિનંતી કરાઈ હતી. સહમંત્રી વીણા ઢાલવાણીઅે જણાવ્યું હતું કે, જિલ્લા વિકાસ અધિકારીઅે સાનુકૂળ પ્રતિભાવ અાપ્યો છે.બેઠકમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી ગાૈરાંગ પ્રજાપતિ, હિસાબી અધિકારી કલ્પેશ પટેલ, મુખ્ય જિલ્લા અારોગ્ય અધિકારી ડો. જનકકુમાર માઢક, બાંધકામ શાખાના કાર્યપાલક ઈજનેર વતી હાર્દિક બગા, ડી.ડી.અો.ના અંગત મદદનીશ સુભાષ ધોળકિયા હાજર રહ્યા હતા.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.