તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન ચાલકોને પડતી મુશ્કેલી:ભુજમાં ઘોડાનો ત્રાસ અંગે પાલિકા-પોલીસને કંઇ પડી નથી

ભુજ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર જાનહાનિ સર્જાય અેની રાહ જુઅે છે કે શું ?
  • જાહેર માર્ગો ઉપર દિવસ રાત અચાનક દોડી ફેલાવે છે ભય : અશ્વોના માલિકો સામે પગલા ભરવા ઉઠતી માંગ

ભુજમાં રસ્તે રઝળતા ગાૈવંશના ત્રાસમાંથી મુક્તિ નથી મળી ત્યાં ભેંસો બાદ હવે જાહેર માર્ગો ઉપર દિવસ રાત દોડાદોડી કરતા ઘોડાઅોનો ત્રાસ ફેલાયો છે, જેથી રાહદારીઅો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. અામ છતાં ભુજ નગરપાલિકા કે ટ્રાફિક પોલીસ હજુ સુધી હરકતમાં અાવ્યા નથી, જેથી પ્રશ્ન થાય છે કે, બંને તંત્રો જાનહાનિ સર્જાય અેની રાહ જુઅે છે કે શું.

ભુજ શહેરમાં સીમાડામાં પણ માનવ વસાહતો વિસ્તરતી અને વિકસતી રહી છે, જેથી ગાૈવંશ શેરી, મહોલ્લા અને જાહેર માર્ગો ઉપર રઝળી રહ્યા છે. શહેરમાં ઢોરોને કારણે અકસ્માતના બનાવ બનતા રહે છે અને મોતની ઘટનાઅો પણ બની છે. જ્યારે અેવી કોઈ ઘટના બને ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કાર્યવાહીના નાટક શરૂ થઈ જાય છે. અખબારી યાદી મોકલીને કાર્યવાહી ચાલુ હોવાના પુરાવા પણ ફાઈલ કરી રાખે છે, જેથી કોર્ટમાં કેસ થાય તો બચાવમાં રજુ કરી શકાય.

ગાૈવંશના ત્રાસમાંથી મુક્તિ મળી નથી ત્યાં રસ્તે રઝળતી ભેંસો દેખાવા લાગી હતી, જેમાં હવે રસ્તે રઝળતા ઘોડાઅોનો ઉમેરો થયો છે. અાઠથી દસ ઘોડા અેક સાથે જાહેર માર્ગો ઉપર દિવસ રાત રઝળતા જોવા મળી રહ્યા છે. ખાસ કરી, ઉમેદનગર, મંગલમ્ ચાર રસ્તા, શરદ બાગ, ખેંગાર અને રાજેન્દ્ર બાગની અાસપાસ જોવા મળી રહ્યા છે. જેને પકડીને પાંજરે પૂરવાની તસદી અેકેય તંત્રઅે લીધી નથી.

અે કામગીરી નગરપાલિકાની છે : જિલ્લા ટ્રાફિક પોલીસ પી.અાઈ.
જિલ્લા ટ્રાફિક પોલીસ પી.અાઈ. જે.અેમ. જાડેજાને કોલ કરી પૂછતા તેમણે જણાવ્યું કે, દબાણ હટાવવા અને રસ્તે રઝળતા ઢોર પકડવાની કામગીરી ભુજ નગરપાલિકા કરતી હોય છે. ભુજ નગરપાલિકા પોલીસને સાથે રાખી કામગીરી કરે ત્યારે પોલીસ જોડાય છે અને સુધરાઈ ફરિયાદ કરે ત્યારે પોલીસ ફરિયાદ નોંધતી હોય છે. બાકી નહીં.

અાદેશ મળે અેટલે જાણ કરું : પાલિકા સેનિટેશન હેડ
ભુજ નગરપાલિકાની સેનિટેશન શાખાના વડા મિલન ઠક્કરને કોલ કરી પૂછ્યું કે, રસ્તે રઝળતા ગાૈવંશને પકડવાની કાર્યવાહી ચાલે છે. પરંતુ, હવે ઘોડા દેખાવા લાગ્યા છે. જેને પકડવાની કોઈ કાર્યવાહી કરવાના છો. તો તેમણે કહ્યું કે, વાત કરી જોઉ. અાદેશ મળે અેટલે જાણ કરું.

અન્ય સમાચારો પણ છે...