તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાલિકા ‘ખાતમુહૂર્ત’ તો કરે છે, ‘ખાતરી મુહૂર્ત’ નીકળે ત્યારે ખરૂ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફૂટપાથ અને રૈન બસેરાના કામો થાય ત્યારે સાચા
  • બાગ બગીચાના ચેરપર્સન નિરાશ થઇ વતન મૂકી અમદાવાદ ગયા, માર્ગદર્શન પણ આપ્યું !

ભુજ નગરપાલિકા દ્વારા ભુજ મત વિસ્તારના ધારાસભ્યના હસ્તે રાજેન્દ્ર બાગના નવનિર્માણ, ફૂટપાથ અને રૈન બસેરાના વિકાસ કામોનું ખાત મૂહુર્ત કરાયું હતું. પરંતુ, ‘ખાતરી’મૂહુર્ત ક્યારે નીકળશે એ માટે કામ શરૂ કરવાના અને પૂરું કરવાના ચોક્કસ તિથિ તારીખ બતાવાયા ન હતા.

હમીરસરના બ્યુટીફિકેશનનું ખાત મુહૂર્ત ચારેક વર્ષ પહેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયા બાદ કામ પૂરું ન થયું. જે બાદ 55 લાખના ખર્ચે રાજેન્દ્રબાગના બ્યુટીફિકેશનની વાતો થઈ હતી. જે માટે બાગ બગીચા સમિતિના ચેરપર્સન મીના દિપક ચંદેએ મહેનત પણ કરી હતી. પરંતુ, અંતે નિરાશ થઈને વતન મૂકી અમદાવાદ ચાલી ગયા છે. જે રાજેન્દ્ર બાગનું નવનિર્માણ માત્ર 1,92,000 રૂપિયાના ખર્ચે કરવા ભુજ મત વિસ્તારના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યના હસ્તે કરાયું હતું. પરંતુ, 1.92 લાખમાં શું થશે અને ક્યારે થશે એ સમય જ કહેશે. એ ઉપરાંત રાજેન્દ્ર બાગ સામે ઉમેદનગર રોડ પાસે ફૂટપાથનું કામ 1,11,000 અને ખાસરા મેદાન પાસે નિર્માણ પામનાર ઘર વિહોણા લોકો માટે રેન બસેરા આશ્રયસ્થાનનું 334.57 લાખના ખર્ચે નિર્માણ થવાનું છે. જેનું પણ ખાત મુર્હત કરાયું હતું.

કાર્યક્રમ પ્રમુખ લતાબેન સોલંકી અધ્યસ્થાને, બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ ગઢવી અને ગેરહાજર રહેલા બાગ-બગીચાના ચેરપર્સન મીનાક્ષીબેન દિપક ચંદેના માર્ગદર્શન હેઠળ, ભુજ મત વિસ્તાર ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય હસ્તે શાસ્ત્રોક વિધિથી કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે કારોબારી ચેરમેન ભરત રાણા, મુખ્ય અધિકારી નીતિન બોડાતે વિવિધ વિકાસના કામો વિષે માહિતીગાર કર્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ નગરપતિ અશોક હાથી, નગરસેવક કાસમ દાઉદ, અશોક પટેલ, જગત વ્યાસ, ભાૈમિક વછરાજાની, ગોદાવરી ઠક્કર, સુશીલા આચાર્ય, બિન્દીયા ગોસ્વામી હાજર રહ્યા હતા. આભારવિધિ ભુજ નગરપાલિકા નગરસેવિકા રેશ્માબેન ઝવેરી દ્વ્રારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...