BSFની કાર્યવાહી:કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ફરી પાકિસ્તાની બોટ ઝડપાઈ, BSFને જોઈ માછીમારો નાશી ગયા

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા બે માસ દરમિયાન 14 જેટલી પાકિસ્તાની બોટ ઝડપાઈ છે

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી ભારતીય સુરક્ષા દળની ટુકડીએ પાકિસ્તાની બોટ ઝડપી હતી. જોકે, BSFને જોઈ માછીમારો નાશી ગયા હતા. દેશની આંતરરાષ્ટ્રીય સરહદે પાકિસ્તાનને અડીને આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી અનેક વખત પાકિસ્તાની બોટ અને માછીમારો ઝડપાઇ ચુક્યા છે. ત્યારે આજે ફરી એક પાક બોટ સીમા સુરક્ષા દળની ટુકડીને હરામીનાળા વિસ્તારમાંથી મળી આવી છે. ભારતીય સરહદમાં 100 મીટર અંદર આ બોટ આવી પહોંચી હતી. જેને BSFની ટીમે ઝડપી પાડી છે.

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. જોકે, બોટમાં આવેલા અંદાજિત 5 જેટલા માછીમારો ક્રિક એરિયાની અટપટી જમીનનો લાભ લઇ નાશી ગયા હતા. ત્યારે નાશી છૂટેલા પાક માછીમારોને ઝડપી પાડવા BSF દ્વારા શોધ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ બોટમાંથી માછલી પકડવા સિવાયની કોઈ સંદિગ્ધ વસ્તુ મળી આવી નથી.

પશ્ચિમ કચ્છના છેવાડે આવેલા સરહદી લખપત તાલુકાના દરિયાઈ હરામીનાળા વિસ્તારમાંથી ગત 9 ફેબ્રુઆરીના બાતમીના આધારે BSFને એક સાથે 11 પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જે બાદ ગુજરાત BSF વડા મલિકના સીધા માર્ગદર્શન હેઠળ 3 દિવસ સુધી મહા શોધ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે પોલીસ, એરફોર્સ અને સીમા દળની સંયુક્ત શોધ કામગીરી અંતર્ગત 6 જેટલા પાક. માછીમાર ઝડપાયા હતા. આ ઘટના બાદ 2 અને 1 એમ કુલ 14 બોટ સીમા સુરક્ષા દળને મળી આવી હતી. આજે વધુ એક બોટ મળી આવી છે.

અન્ય સમાચારો પણ છે...