તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ભૂજ:અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

ભૂજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર

દેશના સૌથી મોટા બે બંદર કંડલા અને મુન્દ્રા તથા જામનગર સ્થિત એશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી તરફ દુનિયાભરમાંથી આવતા જહાજોનો જે દરિયાઇ માર્ગ છે તે કવર થઇ જાય એટલી રેન્જ સાથે પાકિસ્તાને આજે ઉત્તર અરબ સાગરમાં એન્ટિ શિપ મિસાઇલના શ્રેણીબદ્ધ પરીક્ષણ કર્યા હતાં. આ મિસાઇલ જહાજ પરથી અને હેલિકોપ્ટર પરથી છોડવામાં આવ્યા હતા. પાકિસ્તાન નૌસેનાના વડા ઝફર મહમૂદ અબ્બાસી પણ પરીક્ષણ સમયે હાજર રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

પાકિસ્તાનનો કોલ્ડ વોરનો પ્રયાસ
કચ્છની દરિયાઇ સીમાએ અવારનવાર નાના મોટા ઉંબાડિયા કરતા રહેલા પાકિસ્તાને 200થી 500 કિમી સુધી માર કરી શકે એવી ક્ષમતા સાથેના એન્ટિ શિપ મિસાઇલ વિકસાવ્યા છે અને આજે તેનું પરીક્ષણ કર્યું હતું. આ વાત કચ્છમાં સ્થિત સુરક્ષા એજન્સીઓ પણ જણાવી રહ્યા છે અને પાકિસ્તાને પણ એક નિવેદન તેમજ વિડીયો ફૂટેજ જારી કરીને સ્વીકારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અરબ સાગરમાં પાકિસ્તાનના બદ ઇરાદા જગજાહેર છે. એન્ટિ શિપ મિસાઇલની રેન્જ જોવામાં આવે તો ગુજરાતમાં અરબ સાગરના કાંઠે આવેલા મોટાભાગના બંદરો અને કેટલાક મોટા ઔદ્યોગિક પ્લાન્ટ પણ તેની રેન્જમાં આવી જાય છે. આ એન્ટિ શિપ મિસાઇલનું પ્લાનીંગ પણ પાકિસ્તાને લાંબા સમયથી કર્યું હતું. અલબત, કોઇ કારણોસર લટકાવી રાખ્યું હતું. અલબત, સમગ્ર વિશ્વ કોરોના નામની મહામારીમાં સપડાયું છે અને ભારત જેવા કેટલાક દેશે પોતાના સંરક્ષણ બજેટમાં પણ કાપ મૂક્યો છે તે વચ્ચે પાકિસ્તાને આ ઊંબાડિયું કરીને બંને દેશો વચ્ચેના કોલ્ડ વોરને વધુ ઉગ્ર બનાવવાનો પ્રયાસ કર્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો