તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વોચ:કચ્છની સામેપાર પાકિસ્તાન નેવીના વડા લટાર મારી ગયા, સરહદ પર થતી ગતિવિધિ પર પાકની બાજ નજર

નારાયણ સરોવર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છ આવેલા ગૃહમંત્રી અમિત શાહ શું જાહેરાત કરે છે તેના પર વોચ રખાઇ હતી

કચ્છ આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી શું જાહેરાત કરે છે તેના પર વોચ રાખવા માટે બે દિવસ પહેલા કચ્છની સામેપાર દુશ્મન દેશ પાકના નેવીના વડા ક્રિક વિસ્તારની મુલાકાતે આવ્યા હતા.

કચ્છ સરહદ સામે પાકિસ્તાનની મેલી મુરાદની ભારતની એજન્સીઓને ગંધ આવી જતાં કચ્છ સરહદને મજબૂત કરી દેવાઇ છે. કચ્છ સરહદે સામેપાર કોરીડોરના નામે ગતિવિધ તેજ બની છે તેવામાં ભારતીય સુરક્ષા એજન્સીઓ પણ એક ડગલું આગળ ચાલી રહી છે. કચ્છ સરહદે ભારતની તમામ સુરક્ષા એજન્સીઓના વડાઓ જાત નિરીક્ષણ માટે આવી રહ્યા છે ત્યારે પાકિસ્તાન પણ તે જ રીતે પોતાની એજન્સીઓના વડાઓને કચ્છ સરહદ સામેપાર જાત નિરીક્ષણ માટે મુકે છે. કચ્છની વાત કરીએ તો બી.એસ.એફ.ના ડી.જી. આવ્યા બાદ બુધ અને ગુરુવારના બે દિવસ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કચ્છની મુલાકાતે આવ્યા હતા. ગૃહમંત્રી કચ્છમાં સરહદ માટે શું જાહેરાત કરે છે તેના માટે વોચ રાખવા માટે ગૃહમંત્રી અમિત શાહ કચ્છ આવે તે પહેલા એટલે કે, મંગળવારના પાકિસ્તાનના ચીફ ઓફ નેવલ સ્ટાફ એડમિરલ મહોમદ અમઝદખાન નિયાજી સામેપાર ક્રિક વિસ્તારમાં નેવી અને કોસ્ટલ વિસ્તારની મુલાકાત લીધી હતી.

મળતી વિગતો મુજબ સી.એન.એસ. એડમિરલ મહોમદ અમઝદખાન નિયાજી મંગળવારના સામેપાર તુરવટ, ગ્વાદર, ઓરમારા અને ક્રિક વિસ્તારની મુલાકાત લીધી હતી. વધુમાં ક્રિકમાં વધુ સમય રહી સ્થાનિક અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. ક્રિક વિસ્તારમાં તૈનાત પાક નેવી કમાન્ડોની પેટ્રોલિંગ અંગે જાણકારી મેળવી આવનારા સમયમાં કોસ્ટલ અને ક્રિક વિસ્તારને વધુ આધુનિક હથિયારો સાથે મજબૂત કરાશે તેમ જણાવ્યું હતું. સામેપાર સ્નાઇપર સાથે કમાન્ડો સજ્જ છે, જે 2 કિ.મી. દુર ટાર્ગેટ કરી શકે છે. સામેપાર જવાનોનો જમાવડો અને આધુનિક હથિયારો રાખવા તરફ પાકે દોટ મુકી છે, જેના પર કચ્છની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખી રહી છે અને એક ડગલું આગળ છે.

ઓખાની 5 માછીમાર બોટ પાક મરીન સિક્યુરિટી ઉઠાવી ગઇ
ગુજરાતના ઓખાથી ઓપરેટ થતી 5 માછીમાર બોટ પાક મરીન સિક્યુરિટી ઉઠાવી ગઇ છે. સોમવારે 1 અને મંગળવારે 4 મળી કુલ 5 બોટ અને માછીમારોનું બંદુકના નાળચે અપહરણ કરાયાનું જાણવા મળી રહ્યું છે. પાકિસ્તાનના સી.એન.એસ. એડમિરલની મુલાકાતના બે દિવસમાં પોતાની કામગીરી બતાવવા માટે પાક મરીન સિક્યુરિટીએ પોત પ્રકાશ્યું છે. અરબ સાગરમાં પૂરતા પ્રમાણમાં માછલી મળતી નથી તેવામાં અવાર-નવાર પાક મરીન સિક્યુરિટી માછીમારોનું અપહરણ કરી જાય છે, જેથી હવે માછીમારોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો