માછીમારોની સીઝન:પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ માછીમારીની સિઝન ટાણે દરિયામાં દિવસ-રાત પેટ્રોલિંગ શરૂ કર્યું

નારાયણ સરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસે પેટ્રોલિંગ કરતી બોટો હવે રાત્રે ઠંડીમાં પણ ફરતી જોવા મળી

અરબસાગરમાં માછીમારોની સીઝન ચાલુ છે, હજારોની સંખ્યામાં માછીમારો પેટનો ખાડો પુરવા તહેવાર હોવા છતાંય સાગર ખેડવા માટે જતા હોય છે. સુત્રોના જણાવ્યા મુજબ દિવાળી તહેવારો અાવતા અાંતરરાષ્ટ્રીય જળસીમા પાસે પાકિસ્તાન મરીન સિક્યુરિટીઅે પોતાની પેટ્રોલિંગમાં વધારો કર્યો છે. અાઇ.અેમ.બી.અેલ. પાસે અાડા દિવસોમાં દિવસે જ પી.અેમ.સી.ની બોટો નજરે પડતી હોય છે પણ હાલ રાતની ઠંડીમાં પણ અાઇ.અેમ.બી.અેલ. પાસે પાકિસ્તાન મરીન સિક્યુરિટીઅે ધામા નાખી બેઠેલી હોવાનું જોવા મળ્યું હતું.

અાઇ.અેમ.બી.અેલ. પાસે પાકિસ્તાન મરીન સિક્યુરિટીનો અાતંક છે પણ પેટનો ખાડો પુરવા સાગરખેડુઅો અમુક સમયે અજાણતા ત્યા પહોંચી જતા હોય છે. પી.અેમ.સી.અે હાલ રાત-દિવસ પેટ્રોલિંગ વધાર્યો છે. ભારતીય માછીમારોને ત્યાં જવામાં સાવધાની રાખવી પડશે નહીંતર માછીમારોની દિવાળી પીઅેમસી બગાડી નાખશે. કાગડાની નજર રાખીને અાઇ.અેમ.બી.અેલ. પાસે પીઅેમસી પડી હોય છે. કોઇ બોટ અજાણતા તેમના વિસ્તારમાઢ ભુલથી ગઇ તો તેને અાંતરીને દાદાગીરી કરીને ઉઠાવવામાં પી.અેમ.સી.ને જરાય વાર નહીં લાગે. હાલ અરબસાગરમાં મોટા તહેવારો ટાણે માછીમારોને સાવધાનીપુર્વક સાગર ખેડવો જોઇઅે.

અન્ય સમાચારો પણ છે...