સમુદ્રી સીમા પર પાકિસ્તાનની હલચલ:પાકિસ્તાન મરીન એજન્સીની અરબ સાગરમાં સક્રીયતા વધી

નારાયણ સરોવરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કચ્છની સમુદ્રી સરહદ નજીક તેમજ આંતરરાસ્ટ્રીય જળ સીમા વિસ્તારમાં પાકિસ્તાનની મરીન સિક્યુરિટી એજન્સીએ વધુ બોટો અને નવા સાધન સરંજામ સાથે સક્રીયતા વધારી હોવાના અહેવાલ મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં મરીન સિક્યુરિટી એજન્સી(પી.એમ.સી.) સમયાંતરે ભારતીય માછીમારોના અપહરણ જેવી હરકતો કરતી રહે છે. પાકિસ્તાન સરકાર પણ તેની પાછળ સારૂં સંરક્ષણ બજેટ ફાળવે છે અને જ્યારે પણ મરીન એજન્સીને નવા સાધન-સરંજામ મળે છે ત્યારે તે સક્રીયતા દર્શાવવા સાથે દરિયામાં દેખાડો કરે છે.

સુરક્ષા અને ગુપ્તચર ક્ષેત્રના સુત્રોના જણાવ્યા અનુસાર તાજેતરમાં જ પીએમસીને નવી બોટો મળતા આઇ.એમ.બી.એલ. પાસે આંટાફેરા વધાર્યા છે. ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બે દિવસ પાકિસ્તાની બોટો આઇ.એમ.બી.એલ. પાસે વધારે જોવા મળી, જો કે એક શક્યતા એવી છે કે આંતરાષ્ટ્રીય જળ સીમા પાસે મરીન એજન્સીએ કવાયત કરી હોય. સામાન્ય રીતે શિયાળામાં પી.એમ.સી. કચ્છની સામે પાર એક્સસાઇઝ કરી હોય છે. હાલમાં દેવાયેલી નવી બોટો ચીનની હોવાની સંભાવના છે, કેમ કે સમયાંતરે પાક મિત્ર ચીન સરંક્ષણના સાધનો પુરૂં પાડતું હોય છે.

અન્ય સમાચારો પણ છે...