તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ના-પાક:સીરક્રીક સામે પાકિસ્તાન મોટી સંખ્યામાં હેલિપેડ બનાવે છે

નારાયણ સરોવરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રેન્જર્સ અને મરિન સિક્યુરિટી એજન્સીનાં તમામ મથકોને હવાઇ નેટવર્કથી જોડવાની પાકિસ્તાનની યોજના

ભારતમાં રાફેલ વિમાન આવતાં પાડોશી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે, ત્યારે પોતાની હવાઇ તાકાત વધારવા કચ્છ સરહદની સમીપે એર સ્ટેશન બાદ હવે મોટી સંખ્યામાં હેલિપેડ બનાવવા જઇ રહ્યું છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલમાં સીમા પર પાક. રેન્જર્સ અને મરીન સિક્યુરીટી એજન્સીના થાણાઓઓમાં કેટલાક હેલિપેડ છે, પરંતુ આવનારા સમયમાં આ બન્ને અર્ધલશ્કરી દળના તમામ કેમ્પોને હવાઇ સેવાથી જોડવા હેલિપેડ નિર્માણની યોજનાને પાક. આગળ વધારશે.

આર્થિક રીતે માતબર ચીનને ખુશ રાખવા બે પાડોશી રાષ્ટ્રો ભારતને પરેશાન કરવા અવનવા પેતરા રચી રહ્યા છે. નેપાળે ચીનના સહયોગથી ભારત સીમાએ હેલિપેડ બનાવ્યા છે તો પાકિસ્તાન પણ પાછળ રહેવા ન માગતું હોય તેમ સિરક્રીક નજીક રેન્જર્સની આવન-જાવન અને માલ સામાનની હેરફેર માટે હેલિપેડ નિર્માણમાં લાગેલું છે.

ભારત પર દબાણ વધારવાની રણનીતિ
પીઓકે હોય કે સિરક્રીક વિવાદ સર્જવા પાછળ પાક.માં ચીનનો દોરી સંચાર હોય છે. કચ્છની સામેપાર પાક. જે રીતે લશ્કરી સુવિધા વધારે છે. તેની પાછળ ભારત પર દબાણ વધારવાનો હેતુ છે. તેની રણનીતિ અરબ સાગરમાં ભારતને ઘેરવાની છે.

અન્ય સમાચારો પણ છે...