જાસૂસી:પાકિસ્તાને માછીમારો પર પ્રતિબંધ લાદયો પણ કચ્છ સરહદે નજર રાખવા છુટ અપાઇ

નારાયણ સરોવર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પ્રતિબંધના આદેશનુ ઉલ્લંઘન કરી માછીમારોનો ઉપયોગ કરી સરહદની માહિતી મેળવી

કચ્છ સામેપાર પાકિસ્તાની માછીમારોને દરીયા રફ થતા જ માછીમારી બોટ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો, માછીમારી બોટ બંધ કરવાનું સરકારનો નિર્ણય આ પ્રથમવાર બન્યું કે દરિયો રફ થતા જ સરકાર દ્વારા આદેશ જારી થયો હોય, નહીંતર ત્યાં બારેમાસ માછલીની બોટો ચાલતી જ હોય છે. જો કે, પાકિસ્તાની એજન્સીઓ માછીમારોનો ઉપયોગ કરી તેમને માછીમારી કરવાની છુટ આપી છે અને સરહદ પર થતી ગતિવિધીઓની માહિતી માછીમારો એજન્સીઓને આપતા હોય છે.

31 જૂલાઇ સુધી પાકિસ્તાન સરકારે માછીમારી પર પ્રતિબંધ મુકયો છે, પણ છેલ્લા સપ્તાહથી અરબ સાગર અને સામેપાર ક્રિકોમાં માછલીની બોટો દેખાતા તેની તપાસ કરતા જણાવા મળ્યું કે કચ્છ સામેપાર પાકિસ્તાનની તપાસ એજન્સીઓના સોર્સ જે માછીમારો છે તેમની બોટો છે. માછીમારી માછલીનો સ્વાર્થ છે તો ત્યાંની એજન્સીઓની ભારતની જળસિમામાં હલચલ છે કે નહીં તે જાણવાનું સ્વાર્થ છે. માછીમારો જસે તો પોતા માટે માછલી પકડવા સાથે સરહદ પર નજર નાખતા આવશે એ હેતુથી તમામ એજન્સીઓએ પોત પોતાના સામેપારના માછીમારોને જે તેમની સાથે જોડાયેલા છે તેમને રોકતી નથી અને તેમને છુટ આપી છે તેવુ કહી શકાય છે.

આમેય પાકિસ્તાન સરકારના આદેશ ત્યાંની એજન્સીઓ માનતી નથી, સરકારના પ્રતિબંધ છતાય એજન્સીઓ પોતાના સોર્સ માછીમારોને જવા દે છે. પાકિસ્તાનની એજન્સીઓનો હેતુ એ જ છે કે ભારતની જળસિમામાં ભારતની એજન્સીઓની મુવમેન્ટ ખબર પડવી જોઇએ. હાલના સમયમાં માછીમારોનો સહારો લીધો છે. પાકિસ્તાનની એજન્સીઓ જાણે છે કે, માછીમારો અનુભવી અને તમામ વિસ્તારના જાણકાર હોય છે. માછીમારોને એક પ્રકારે દરિયામાં જવાની છુટ અને પોતાના જ જળસિમામાં રહીને કચ્છ જળસીમા પર નજર નાખીને ત્યાંની પરીસ્થિતિ અંગે એજન્સીઓને સચોટ માહિતી આપવાની હોય છે. સરકારના આ આદેશને કચરાપેટીમાં નાખીને માછીમારોને જવા દઇ તેમને ખુશ કરીને તેમનો ઉપયોગ કચ્છ સરહદે નજર નાખવા પાકિસ્તાની એજન્સીઓ કરી રહી છે.