તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંતિમવિધી:ભુજની JICમાં 8 માસ પૂર્વે મૃત્યુ પામેલા પાક.ના નાગરિકની જામનગરમાં દફનવિધી કરાઇ

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૃત્યુ બાદ પોસ્ટમોર્ટમ માટે જામનગર મુકાયા પછી ત્યાંં જ કોલ્ડરૂમમાં મૃતદેહ રખાયો
  • બંને દેશ વચ્ચે કાયદાકીય કાર્યવાહી પૂર્ણ થયા બાદ અધિકારીઅોની હાજરીમાં અંતિમવિધી કરાઇ

ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર (જેઅાઇસી)ની જેલમાં એક પાકિસ્તાની નાગરીકનું આઠેક માસ પુર્વે મૃત્યુ નિપજયુ હતુ જેના મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે જામનગર લઇ ગયા બાદ ત્યાં કોલ્ડરૂમમાં રખાયો હતો. 8 માસ બાદ શુક્રવારે કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેની દફનવિધી જામનગરમાં કરવામાં અાવી હતી. બંને દેશની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અધિકારીઅોની હાજરીમાં મુસ્લિમ રીતરિવાજ મુજબ અંતિમવિધી કરવામાં અાવી હતી.

ભારતની સીમમાં ગેરકાયદેસર પ્રવેશ કરવા બદલ પકડાયેલા શખ્સોને ભુજના જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં રાખવામાં અાવે છે, ગત વર્ષેે કોરોનાની શરૂઅાત થઇ ત્યારથી અત્યાર સુધી પાંચથી છ બંદીવાન જેઅાઇસીમાં મૃત્યું પામ્યા છે. મૃત્યુ પામ્યા બાદ અા શખ્સોના મૃતદેહને જામનગર અેફઅેસઅેલમાં મુકવામાં અાવે છે બાદમાં ત્યાં જ કોલ્ડરૂમમાં રાખવામાં અાવે છે. પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મૃત્યુ પામેલા શખ્સની વિગત ગૃહમંત્રાલયમાં મુકવામાં અાવે છે જે વિગતો પાકિસ્તાન અેમ્બસીમાં મુકવામાં અાવે છે ત્યાંથી કોઇ જવાબ ન અાવે ત્યાં સુધી જામનગરના કોલ્ડરૂમમાં જ મૃતદેહને રાખવામાં અાવે છે. મોટાભાગના કિસ્સામાં પાકિસ્તાની શખ્સના નામ-સરનામા ટુંકા હોવાથી પાકિસ્તાનની સરકાર અા શખ્સો ત્યાંના હોવાનો અસ્વિકાર કરે છે.

અાઠેક માસ પૂર્વે ભુજની જેઅાઇસીમાં પાકિસ્તાનના નાગરીક ઇમરાન કામરાન (ઉ.વ.38) નામના યુવાનનુ બિમારીના કારણે મૃત્યુ નિપજયુ હતુ, જેના મૃતદેહને જામનગરની જી.જી.હોસ્પીટલમાં પોષ્ટમોર્ટમ કરાયા બાદ મૃતદેહને કોલ્ડરૂમમાં રખાયો હતો. બંને દેશ વચ્ચે કાયદાકિય કાર્યવાહી બાદ આઠ માસ બાદ મૃતકની દફનવિધિ માટે મંજુરી અપાઇ હતી.

મૃતદેહને કોલ્ડરૂમ ખાતેથી ભુજ પોલીસ અને અધિકારીઓની હાજરીમાં બહાર કાઢી મોક્ષ ફાઉન્ડેશનના વિક્રમસિંહ ઝાલા, હિતેશગીરી ગોસાઇ, બશીરભાઇ સફીયા વગેરેએ ઢોલીયા પીરની દરગાહમાં દફનવિધિ કરી હતી. પ્રોટોકોલ પ્રમાણે પ્રાંત અધિકારી, ભુજના પીઆઇ સહિતના અધિકારી અને સ્ટાફ ઉપસ્થિત રહયા હતાં.

અન્ય સમાચારો પણ છે...