કેવી રીતે કચ્છથી આવે છે ડ્રગ્સ?:માફિયા ડ્રગ્સના પેકેટ પાણીમાં તરતા મૂકી દે છે; વર્ષો​​​​​​​ પહેલા સીમામાં ઘૂસીને, બાદમાં ઊંટ પર બાંધીને અને હવે પાણીના સહારે વેપાર!

ભુજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છના દરિયાકાંઠેથી આ રીતે ઘૂસાડાય છે માદક દ્રવ્યો

કચ્છના દરિયાકિનારેથી માદક દ્રવ્યો ભારતમાં ઘૂસાડવામાં આવે છે આ માટે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયાઓ એક અલગ જ પ્રકારની પદ્ધતિ અપનાવે છે. ભારતીય જળસીમા નજીક દરીયાના વહેણમાં પ્લાસ્ટિકમાં પેક કરી ડ્રગ્સ ભરેલા પેકેટ પાણીના વહેણમાં તરતા મૂકી દેવામાં આવે છે જે 24થી 48 કલાકમાં કચ્છના ચોક્કસ વિસ્તારના દરિયાકાંઠેથી ડ્રગ પેડલરને મળી રહે છે.

આ પદ્ધતિ અમલમાં મૂકતા પહેલા કચ્છના ડ્રગ્સ માફિયાઓએ પાણીના વહેણ ક્યાંથી ક્યા પહોંચે છે અને ભારતની જળસીમાથી કચ્છના દરિયાકાંઠા સુધી પહોંચતા કેટલો સમય લાગે છે તેની સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ તેનો અમલ કરવામાં આવે છે.

ભુજમાં ફરજ બજાવીને નિવૃત્ત થયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે, માંડવીના દરિયાકિનારે કોઇ વ્યક્તિ ડૂબી જાય તો તેની લાશ વધુમાં વધુ બે દિવસમાં અહીંથી 7થી 8 કિ.મી. દૂર ધ્રબુડી પાસેથી મળી આવે છે. આનું કારણ પણ દરિયાની સપાટી અને ઊંડાઈના પ્રવાહ છે.

પ્રવાહની સંપૂર્ણ જાણકારી પણ ડ્રગ્સ માફિયાઓ પાસે છે તેઓની પાસે એ પણ માહિતી છે કે, રોજ રાતે દરિયામાં ભરતી આવે અને સવારે કિનારા પર મોટાભાગનો કચરો અને દરિયામાં રહેલી ચીજવસ્તુ કિનારા પર આવી જાય છે.

અન્ય સમાચારો પણ છે...