તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીની પારાયણ:ભુજના વોર્ડ નંબર 1માં અપૂરતું પાણી મળતા લોકોમાં રોષ, નગરપાલિકામાં માટલાં ફોડી વિરોધ નોંધાવ્યો

ભુજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સપ્તાહમાં ચાર દિવસે એક વખત પાણી મળતા હાલાકી અંગે રજૂઆત કરાઈ

ભુજ શહેરના વોર્ડ નંબર એકના રહેવાસીઓ આજે સોમવારે નગર પાલિકા કચેરી ખાતે આવીને પાણી મળતું ના હોવાની ફરિયાદ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. વોર્ડ એકના વિસ્તારની મહિલાઓએ સુધારાઈ કચેરી બહાર પાણી પ્રશ્ને સાથે લાવેલા માટલા ફોડીને પોતાની મુશ્કેલી વિશે તંત્રનું ધ્યાન દોરવા પ્રયાસ કર્યો હતો. અને નિયમિત પાણી પુરવઠો મળવા પાલિકા કચેરી ખાતે રજુઆત કરી હતી.

જિલ્લા મથક ભુજમાં લોકોને પાણી વિતરણ પૂરતા પ્રમાણમાં થતું ન હોવાની વ્યાપક ફરિયાદ ઉઠતી રહેતી હોય છે. ખાસ કરીને ઉનાળાના દિવસોમાં પાણી વિતરણ પર તેની અસર જોવા મળતા લોકો પાણી માટે હાલાકી ભોગવતા હોવાની બૂમ રહેતી હોય છે. ત્યારે આજે વોર્ડ એકમાં પાણી વ્યવસ્થા સુપેરે વિતરણ થાય એ માટે નગરપતિ હાસમ સમાં સાથે આ વિસ્તારની મહિલાઓએ નગર પાલિકા કચેરી ખાતે રજુઆત કરી, પાણી પુરવઠો નિયમિત મળવા રજુઆત કરી હતી. અને આગામી સમયમાં જો પાણી નિયમિત નહીં મળે તો સુધારાઈ કચેરીને તાળાબંધી કરવાની ચીમકી મીડિયા સમક્ષ ઉચ્ચારી હતી.

અલબત્ત સુધારાઈ પ્રમુખ ઘનસ્યમભાઇ ઠક્કરે પાણી પ્રશ્ન અંગે ફોડ પડતાં જણાવ્યું હતું કે અંજાર પાસે GWLL દ્વારા નર્મદા લાઈનનું કામ ચાલતું હોવાથી 24 કલાક નર્મદા લાઈનનું સડડાઉન હોવાથી પશ્ચિમ કચ્છમાં પાણી વિતરણ પર તેની અસર જોવા મળે છે. વિશેષ માધાપર અને ભુજોડી નજીક પાણી લાઈન તૂટી જતા તાબડતોબ રીપેર કરાવી લેવામાં આવી હતી, ત્યારે આજે અંજાર પાસે નર્મદા લાઇનના સ્મરકામના કારણે પાણી વિતરણ પર અસર પહોંચી છે. તેમાં પણ ભુજમાં પાણી સ્ટોરેજના ટાંકા નથી, નવા ચાર ટાંકા બનવવાનું અમલમાં છે. જેમાં બે ટાંકાનું કામ 50 થી 80 ટકા સુધી તૈયાર થઈ ચૂક્યું છે. તેથી આગામી સમયમાં અને ખાસ કરીને આવતા ઉનાળા સુધી ચોક્કસપણે ભુજને એકાંતરે પાણી મળતું થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...