તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોષ:અબડાસાની ખાનગી કંપનીઓ પાસે ઓક્સિજન હોવા છતાં સ્થાનિક પ્રજાને ન અપાતા રોષ

ભુજ13 દિવસ પહેલા
 • રાતા તળાવ કોવિડ સેન્ટરમાં 60ના સ્થાને માત્ર 40 ઓક્સિજન ફળવાયા, મળ્યા એકેય નહીં

અબડાસાના સાંઘી સિમેન્ટ અલ્ટ્રાટેક અને અન્ય કંપનીઓ પાસે 150 જેટલી ઓક્સિજન બોટલ હોવા છતાં કોરોનાના કપરા કાળમાં લોકો ઓક્સિજન માટે જ્યાં ત્યાં ભટકી રહ્યાં છે. જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ઓક્સિજનની ભારે અછત

કચ્છ જિલ્લાના અંતરિયાળ એવા અબડાસા, લખપત અને નખત્રાણા તાલુકામાં ઓક્સિજનની ભારે અછત વર્તાઈ રહી છે. તેમજ કોવિડ હોસ્પિટલ પણ નથી. ત્યારે ઓધવરામ સત્સંગ મંડળ અને ભારત ગ્રુપ દ્વારા રાતા તળાવ ખાતે 110 બેડનું કોવિડ કેર સેન્ટર અપડેટ કરવાનું કાર્ય પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. તે પૈકી 60 જેટલા ઓક્સિજનના બેડ પણ તૈયાર કરાયા છે.

સરકાર દ્વારા માત્ર 40 ઓક્સિજનના સિલિન્ડરની ફાળવણી કરાઇ

તેના માટે સરકાર દ્વારા માત્ર 40 ઓક્સિજનના સિલિન્ડરની ફાળવણી કરાઇ છે. તેમાં હજુ સુધી એક પણ સિલિન્ડર મળેલ નથી એવું સ્થાનિક અગ્રણી છત્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. તેમના જણાવ્યાનુસાર આ બંને સંસ્થાઓ દ્વારા રાતા તળાવ મધ્યે ઓક્સિજનની સુવિધા કાર્યરત ન થાય ત્યાં સુધી નલિયા સીએચસી મધ્યે જરૂરિયાતવાળા પેશન્ટોને તાત્કાલિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો