તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારો પર સાવધાની હવે જરૂરી:પ્રસરતો કોરોના : 20 દિવસ બાદ સક્રિય કેસો 3 થયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં સતત બીજા દિવસે વધુ એક કોવિડ-19 પોઝિટિવ
  • રવિવારે નખત્રાણા તાલુકાના ગામ્ય વિસ્તારની મહિલાનું કોરોનાથી મોત

કચ્છમાં છેલ્લે 11મી અોગસ્ટે કોરોનાનો છેલ્લો 1 દર્દી પણ સાજો થતા કચ્છ જિલ્લો કોરોના મુક્ત થઈ ગયો હતો. પરંતુ, અાઠ જ દિવસના અંતર બાદ 19મી અોગસ્ટે નવો 1 પોઝિટિવ કેસ ઉમેરાયો હતો. જે બાદ છેલ્લા બે દિવસથી અેક અેક દર્દી ઉમેરાતો રહ્યો છે, જેથી હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીની સંખ્યા 3 થઈ ગઈ છે. મંગળવાર બાદ ફરી બુધવારે ભુજ શહેરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જેથી કચ્છ જિલ્લામાં અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12600 થઈ ગઈ છે, જેમાંથી હજુ સુધી કુલ 12485 દર્દી સાજા પણ થઈ ગયા છે.

જોકે, કોરોનાથી કુલ 282 મોતનું જુઠ્ઠાણું હજુ પણ યથાવત રખાયું છે, જેથી અાંકડાની વિશ્વસનીયતા ઉપર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકાઈ જ ગયો છે. સૂત્રોઅે જણાવ્યું હતું કે, કચ્છમાં કોરોનાના દર્દીઅો ફરી ઉમેરાઈ રહ્યા છે. પરંતુ, સરકારી તંત્ર સાચા અાંકડા છુપાવે છે. સૂત્રોઅે વધુમાં ઉમેર્યું હતું કે, નખત્રાણા તાલુકાની અેક પરિણીત મહિલાને કોરોના થયો હતો અને તેનું રવિવારે કોરોનાથી મોત થયું છે.

પરંતુ, સત્તાવાર રીત જાહેર કરાયું નથી. નોંધનીય છે કે, કચ્છમાં છેલ્લે 5મી ઓગસ્ટના સક્રિય કેસો ત્રણ હતા, ત્યાર બાદ કચ્છમાં સક્રિય કેસો ઘટીને શૂન્ય થઇ જતા કચ્છ કોરોના મુક્ત બન્યું હતું, પરંતુ છેલ્લા થોડા દિવસોથી ફરી સક્રિય કેસો ધીમે-ધીમે વધી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...