તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કચ્છનું દાક્ષિણ્ય:બહારગામની નોકરિયાત યુવતીઓને આપે છે ‘ઘર અને પરિવાર’

ભૂજ20 દિવસ પહેલાલેખક: પૂર્વી ગોસ્વામી
  • કૉપી લિંક
  • કચ્છની એકમાત્ર વર્કિંગ વુમન હોસ્ટેલ, જ્યાં બહારગામની યુવતીઓને પોતાના ઘર અને પરિવાર જેવું વાતાવરણ અપાય છે, એક પણ યુવતી કોરોનાગ્રસ્ત થઈ નહીં

કોઈ મહિલાની નોકરીમાં બદલી કચ્છ જેવા દૂરના જિલ્લામાં થતી હોય તો રહેઠાણનો પ્રશ્ન પેચીદો બની જતો. ભાડે મકાન રાખીને એકલા રહેવા માટે સલામતીના અનેક પ્રશ્નો નડતા હોય છે. એક રાજ્ય જેટલો વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં પણ વર્ષ 2013 પહેલા વર્કિંગ વુમન માટેની એક પણ હોસ્ટેલ સુવિધા ન હતી. પરંતુ સારસ્વતમ સંસ્થાના પ્રયાસો થકી કચ્છની આ સમસ્યા પણ દૂર થઈ ગઈ.

સારસ્વતમ સંસ્થાના મંત્રી તરીકે સેવા આપતા શિવદાસભાઈ પટેલ કહે છે કે, ‘એકવાર બિનકચ્છી નિવાસી મહિલા નોકરીમાં બદલી થવાને લીધે કચ્છમાં કોઈ હોસ્ટેલમાં રહેવા માટેની સુવિધા મળે તે આશયથી મારી પાસે મદદ માંગવા આવેલી. તે દિવસે તેની માંગણી પર મને નકારમાં જવાબ આપવો પડયો હતો પણ આ મુદ્દા અંગે વિચાર કરવો જોઈએ તેમ જણાતા ટ્રસ્ટી મંડળની મીટિંગમાં રજૂઆત મૂકી અને સર્વાનુમતે વર્કિંગ વુમન માટે હોસ્ટેલ નિર્માણ કરવા માટેની બહાલી મળી ગઈ. ગુજરાતના સૌપ્રથમ આઇપીએસ (ઇન્ડિયન પોસ્ટલ સર્વિસ) મહિલા વિજયાબેન શેઠ ટ્રસ્ટના પ્રમુખપદે બિરાજમાન છે તેમણે અને નીતિનભાઈ ઠક્કરે સૌથી મોટી રકમ દાનમાં આપીને મહિલા કલ્યાણના આ હેતુના મજબૂત પાયા કચ્છમાં સ્થાપ્યા.

આઠ વર્ષ પહેલા ૧૫ રૂમની વ્યવસ્થા સાથે શરૂ થયેલી આ હોસ્ટેલની ક્ષમતા આજે 74 રૂમની છે. નિભાવ ખર્ચ માટે ક્ષમતા સાથે હોસ્ટેલ સજ્જ કરી દીધી. હોસ્ટેલમાં યુવતીઓને ઘર જેવું વાતાવરણ અપાય છે અને દરેક સભ્યો અને હોસ્ટેલ સ્ટાફ પરિવારભાવના સાથે રહે છે. નિભાવ માટે 30 સભ્ય જરૂરી હોવા છતાં અત્યારે 17 યુવતીઓ હોવા છતાં હોસ્ટેલ ચાલુ રાખવામાં આવી છે. એટલું જ નહીં કોરોનાકાળમાં એકપણ યુવતી સંક્રમિત થઈ નથી. મહિલાઓ વિવિધ ક્ષેત્રમાં પારંગત હોવાથી અર્થપૂર્ણ સંવાદનું આયોજન હોસ્ટેલમાં કરે છે. મેડિકલ ફિલ્ડની મહિલાઓના પ્રયાસોના કારણે આજ સુધી ત્યાં એક પણ મહિલા કોરોનાથી સંકર્મિત બની નથી.

એકલાં હોવાથી ઘર રાખવું મુશ્કેલ, હોસ્ટેલે સાચવી
મૂળ ગઢશીશા ગામના ડૉ. જનકબા જાડેજા, કોડકી PHC ખાતે મેડિકલ ઓફિસર તરીકે બે વર્ષથી નોકરી કરે છે. તેઓ પોતાના અનુભવે કહે છે કે, ‘હું અપડાઉન કરું કે ઘર ભાડે રાખી રહું તે બાબત થોડી મુશ્કેલ હતી પણ મને વર્કિંગ વુમન હોસ્ટેલની જાણ થતાં ત્યાં એડમિશન લીધું. છેલ્લા 13 મહિનાથી મારી કોવિડ કેર ડ્યુટી ચાલુ છે. લૉકડાઉનમાં તો વાહનવ્યવહારની સુવિધાઓ બંધ હતી, પરંતુ હોસ્ટેલમાં રહેવાને લીધે સુવિધા અને સલામતીની સમસ્યા દૂર થઈ.

અન્ય સમાચારો પણ છે...