કોરોના મહામારી:કચ્છમાં વધુ 37 પોઝિટિવમાંથી ભુજ શહેરના જ અધધ 13 કેસ : સક્રિય દર્દીઓ 400ની નજીક

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેરોના 25માંથી બાકીના ગાંધીધામના 6, અંજાર અને માંડવીના 1-1

કચ્છમાં સોમવારે વધુ 37 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં શહેરોના 25માંથી ભુજમાં 13, ગાંધીધામમાં 6, અંજાર અને માંડવીમાં 3-3 કેસ નોંધાયા છે. ગામડાઓના 12માંથી તાલુકા મુજબ મુન્દ્રામાં 4, ભચાઉ અને માંડવીમાં 2-2, અબડાસા, અંજાર, ભુજ, રાપરમાં 1-1 કેસ છે. જોકે, વધુ 35 દર્દી સાજા પણ થયા છે. ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી એમ. કે. જોષીએ આપેલી વિગતો મુજબ અત્યાર સુધી કુલ 2084 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 1580 સાજા થઈ ગયા છે. 397 હજુ સારવાર હેઠળ છે અને 65 દર્દીના મોત થયા છે. જોકે, તેમણે 42 દર્દીની સ્થિતિ છુપાવી રાખી છે, જેથી 65 વતા 42 મળી કુલ 107 દર્દીના મોતને આડકતરી રીતે સમર્થન મળે છે.

અન્ય સમાચારો પણ છે...