કોરોના મહામારી:કચ્છમાં વધુ 30 પોઝિટિવમાંથી શહેરોમાં 22,ગામડામાં 8 કેસ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ શહેરમાં સર્વાધિક 9, ગાંધીધામમાં 7, માંડવીમાં 4, અંજારમાં 2 દર્દી ઉમેરાયા
  • વધુ 15 દર્દી સાજા થયા પણ હજુ 329 સારવાર હેઠળ

કચ્છમાં ગુરૂવારે કોરોનાના વધુ 30 ઉમેરાયા છે, જેમાં શહેરોમાં 22 અને ગામડાઓમાં 8 પોઝિટિવ કેસ છે. શહેરોના 22 કેસમાંથી ભુજ શહેરમાં 9, ગાંધીધામમાં 7, માંડવીમાં 4, અંજારમાં 2 કેસ છે. જ્યારે ગામડાઓના 8 કેસમાંથી માંડવી અને મુન્દ્રા તાલુકામાં 2-2, ભચાઉ, ભુજ, નખત્રાણા, રાપરમાં 1-1 કેસ છે. જોકે, વધુ 15 દર્દી સાજા થયા છે. પરંતુ, 329 દર્દી હજુ પણ સારવાર હેઠળ છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 1720 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાંથી હજુ સુધી કુલ 1295 દર્દી સાજા થઈ ગયા છે. જોકે, તંત્રએ સારવાર દરમિયાન 56 દર્દીના મોત બતાવ્યા છે. પરંતુ, 40 દર્દીની સ્થિતિ બતાવતી વિગતો છુપાવી છે, જેથી 56 વતા 40 મળી કુલ 96 દર્દીના મોતનું પરોક્ષ રીતે સમર્થન કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...