તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છમાં નવા 3 કોરોના સંક્રમિતોમાંથી જિલ્લા મથકે માત્ર 1 જ દર્દી પોઝિટિવ

ભુજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વધુ 22 સાજા થયા, હોસ્પિટલમાં 85 દર્દી સારવાર હેઠળ

કચ્છમાં શુક્રવારે કોરોનાના નવા 3 સંક્રમિતો ઉમેરાયા હતા, જેમાં ભુજ શહેરનો 1 પોઝિટિવ કેસ છે. જ્યારે ગામડાના 2માંથી તાલુકા મુજબ જોઈઅે તો માંડવીમાં 1 અને નખત્રાણામાં 1 કેસ છે. બીજી બાજુ વધુ 22 દર્દી સાજા થઈ ગયા છે, જેથી હવે હોસ્પિટલમાં સારવાર હેઠળ 85 દર્દી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રઅે અત્યાર સુધી કુલ 12570 પોઝિટિવ કેસ ચોપડે ચડાવ્યા છે, જેમાંથી હોસ્પિટલના 12373 દર્દી સારવાર દરમિયાન સાજા થઈ ગયાનું બતાવાયું છે. હોસ્પિટલમાં 282 દર્દીના સારવાર દરમિયાન મોત થયાનું બતાવાયું છે.

છૂટછાટ વચ્ચે લોકો ફરી બેદરકાર
કચ્છ જિલ્લામાં પ્રથમ લહેરમાં કોરોનાના પોઝિટિવ કેસ ઘટતા લોકોને લોક ડાઉન અને રાત્રિ કર્ફ્યૂમાંથી છૂટછાટ અપાઈ હતી. જે બાદ બીજી લહેર ખૂબ જ ભયંકર સાબિત થઈ હતી. બીજી લહેર પણ વિદાય લઈ રહી છે, જેથી ફરી લોક ડાઉન અને રાત્રિ કર્ફ્યૂમાંથી છૂટછાટ મળી રહી છે. જોકે, લોકો ગંભીરતા સમજ્યા વિના ફરી બેદરકાર થવા લાગ્યા છે, જેમાં ખાસ કરીને ટોળા રૂપે ફરવું, વ્યક્તિ વ્યક્તિ વચ્ચે ત્રણથી ચાર ફૂટનું અંતર ન જાળવવું જેવી બેદરકારી અાવી ગઈ છે. પોલિસ પણ માત્ર કાર્યવાહી બતાવવા કામ કરતી હોય અેમ માત્ર વાહનચાલકોને પકડીને દંડી રહી છે. જિલ્લા અારોગ્ય તંત્રઅે પણ ઘરોઘર સર્વેની કામગીરી પડતી મૂકી દીધી છે. જવાબદારી વ્યક્તિઅો જ જાહેર કાર્યક્રમોમાં મર્યાદિત મંજુર સંખ્યા કરતા વધુ ભીડ અેકઠી કરી રહ્યા છે. જે ત્રીજી લહેરને અામંત્રણ સમાન બની રહેશે. અેવી દહેશત છે.

વધુ 12416ને રસી અપાઈ
કચ્છમાં શુક્રવારે વધુ 12416 વ્યક્તિને રસી અપાઈ હતી. જે સાથે અત્યાર સુધી રસી લેનારાની કુલ સંખ્યા 4 લાખ 53 હજાર 794 થઈ ગઈ છે. અેવું જિલ્લા પંચાયતની અખબારી યાદીમાં જણાવાયું છે.

ભુજ તાલુકાના વધુ ત્રણ મકાન પ્રતિબંધિત કરાયા
કોરોનાના પગલે ભુજ તાલુકાના વધુ 3 સ્થળો સીલ કરાયા છે. તા.2 સુધી વરલીમાં 1, તા.5 સુધી સુખપર અને ડગાળામાં 1-1 મકાનને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...