કચ્છમાં નવુ હોટસ્પોટ:વધુ 28 કેસમાંથી ભુજ શહેરમાં 6, તાલુકામાં 7 કેસ આવ્યા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • શનિવાર સુધી નોંધાયેલા કુલ 1265 પોઝિટિવમાંથી હજુ 267 સારવાર હેઠળ
  • આંકડા બોલે છે :જિલ્લામાં કોરોનાની સારવાર દમિયાન 68ના મોત

કચ્છમાં શનિવારે વધુ 28 પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે, જેમાં ભુજ શહેરમાં 6 અને ભુજ તાલુકાના ગામડામાં 7 દર્દીનો સમાવેશ થાય છે. બીજી બાજું જિલ્લા પંચાયતે શનિવાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવવ કેસની સંખ્યા 1265 બતાવી છે. પરંતુ, શનિવારે અેકટીવ પોઝિટિવ કેસ 267, શનિવારે સાજા થયેલા 21 દર્દી સહિત શનિવાર સુધી સાજા થયેલા કેસો 930, શનિવાર સુધી મૃત્યુ પામેલા કેસો 44 બતાવ્યા છે. જેનો સરવાળો 1241 થાય છે. અામ, 1265 અને 1241 વચ્ચે 24નો ફરક અાવે છે. જેની સ્પષ્ટતા કરાઈ નથી, જેથી શનિવાર સુધી કોરોનાની સારવાર દરમિયાન 68 વ્યક્તિના મોત થયાનું સ્વયં સ્પષ્ટ થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...