કોરોના મહામારી:કચ્છમાં કોરોનાના 22 કેસમાંથી ભુજમાં 7, ગાંધીધામમાં 6 પોઝિટિવ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્યમાં અંજાર, માંડવી, મુન્દ્રા 1-1, નખત્રાણા 2, ભુજમાં 3 કેસ
  • જિલ્લામાં વધુ 19 સાજા થયા પણ હજુ 217 દર્દી સારવાર હેઠળ

કચ્છમાં રવિવારે કોરોનાના વધુ 22 પોઝિટિવ કેસનો ઉમેરો બતાવાયો છે, જેમાં શહેરોના 14માંથી ભુજ શહેરના 7, ગાંધીધામ શહેરના 6, અંજાર શહેરનો 1 કેસ છે. જ્યારે ગામડાઓના 8માંથી તાલુકા મુજબ અંજાર, માંડવી, મુન્દ્રા 1-1, નખત્રાણા 2, ભુજમાં 3 કેસ છે. જોકે, વધુ 19 દર્દી સાજા થઈ ગયા છે. પરંતુ, હજુ 217 દર્દીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં અત્યાર સુધી કુલ 3228 પોઝિટિવ કેસ ચોપડે ચડાવાયા છે, જેમાંથી કુલ 2898 દર્દી સાજા થઈ ગયા છે. જ્યારે 71 દર્દીના સારવાર દરમિયાન કોરોનાથી મોત બતાવાયા છે. પરંતુ, આ સરકારી તંત્રએ જાહેર કરેલા આંકડા છે. સાચો આંકડો એનાથી અનેક ગણો વધારે હોવાની શક્યતા છે, જેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. માસ્ક પહેરી નીકળવું આવશ્ય છે. સોશિયલ ડિસ્ટન્સ જાળવીને રહેવું જરૂરી છે. નહીંતર ફરી લોક ડાઉન કે રાત્રિ કર્ફ્યૂની સ્થિતિ ઊભી થાય એવી દહેશત છે.

અન્ય સમાચારો પણ છે...