તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:કોરોનાના 18 માંથી ભુજમાં 5 કેસ, 2ના મોતથી ફફડાટ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • શહેરોમાં 10 અને ગામડાઅોમાં 8 દર્દી, સારવાર હેઠળ હજુ 166

કચ્છમાં શનિવારે કોરોનાના વધુ 18 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં શહેરોના 10માંથી અંજાર, ગાંધીધામ, માંડવીમાં 1-1, ભચાઉમાં 2, ભુજમાં 5 કેસ નોંધાયા છે. જ્યારે ગામડાના 8માંથી તાલુકા મુજબ અંજાર, મુન્દ્રામાં 3-3, ભુજ, લખપતમાં 1-1 કેસ નોંધાયો છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજ નગરપાલિકાના 1 કર્મચારીની ઉપરાંત અન્ય 1 દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન શનિવારે મોત થયું છે. પરંતુ, આરોગ્ય વિભાગ જાહેર કર્યું નથી.

જો તંત્ર આકડા છુપાવવાની નીતિ અપનાવશે તો લોકો ગંભીરતા સમજશે નહીં અને કોરોના વકરતો રહેશે, જેથી તંત્રઅે સરકારની લાજ રાખવાની નીતિ મૂકીને પ્રજાના હિતમાં સાચા અાંકડા જાહેર કરવાની જરૂર છે.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઅોમાં રાજકારણીઓઓ પ્રચાર પ્રસાર સમયે કોરોનાની માર્ગદર્શિકાનું ખુલ્લેઅામ ભંગ કર્યા છતાં પોલીસ, આરોગ્ય વિભાગ, અાપત્તિ વ્યવસ્થાપને અાંખ અાડા કાન કરી કોઈ કાર્યવાહી કરી નહીં.

જેના માઠા પરિણામો હવે જોવા મળી રહ્યા છે. અે ઉપરાંત સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ અે પણ કોરોનાના કેસો ઘટતા અને કોરોનાની રસી શોધાતા કાર્યક્રમો યોજી લોકો અેકઠા કરવાનું શરૂ કરી દીધું છે, જેથી સંક્રમણ વધી રહ્યું છે. બીજી બાજુ, પોઝિટિવ દર્દીઓ ની ટ્રાવેલ હિસ્ટ્રી પણ જોવા મળી છે, જેથી લોકોઅે અનિવાર્ય કામો સિવાય માત્ર મોજ શોખ માટે મુસાફરી ટાળવાની જરૂર છે. કચ્છમાં અત્યાર સુધી કુલ 4943 પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 4665 દર્દીઅો સાજા થઈ ગયા છે.

પરંતુ, સારવાર હેઠળના દર્દીઓ ની સંખ્યા વધીને 166 ઉપર પહોંચી ગઈ છે, જેથી પોલીસ, આરોગ્ય વિભાગ અને આપત્તિ વ્યવસ્થાપત તંત્ર પણ હરકતમાં આવે અને રાજકારણીઅોના સન્માન કાર્યક્રમો ઉપર પણ ચાંપતી નજર રાખે અે જરૂરી છે.

43 દિવસમાં 130 કેસ વધી ગયા
કચ્છમાં 2021ની 12મી ફેબ્રુઅારી સુધી કોરોનાના કેસ ઘટતા ઘટતા સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો 36 ઉપર પહોંચી ગયો હતો, જેથી કોરોનાની વિદાય ગણાતી હતી. પરંતુ, 8મી ફેબ્રુઅારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેરનામું પડ્યું અને 28મી ફેબ્રુઅારીઅે મતદાનની તારીખ નક્કી થઈ, જેથી ચૂંટણી પ્રચાર પ્રસાર માટે સભા સરઘસ થવા લાગ્યા. જે બાદ કોરોનાના પોઝિટિવ કેસ અને સારવાર હેઠળના દર્દીઅોની સંખ્યામાં પણ સતત વધારો થતો ગયો. અામ, 12મી ફેબ્રુઅારીથી 27મી માર્ચ સુધીના 43 દિવસ દરમિયાન સારવાર હેઠળના દર્દીઅોનો અાંકડો 130 વધી ગયો.

નાના અંગિયામાં ચાર મહિના બાદ કોરોનાના ચાર કેસ
નાના અંગિયા કોરોનાની બીજી લહેરમાં નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારો પણ લપેટમાં આવ્યા હોય તેમ નાના અંગિયામાં સંક્રમિતોની સંખ્યામાં વધારો થતાં ગામમાં ચિંતાની લાગણી પ્રસરી છે. ચાલુ માસના છેલ્લા એક જ અઠવાડિયામાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યામાં ઉછાળો આવતા આગામી સમયમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા અગાઉની જેમ બે આંકડામાં ફેરવાઈ જશે તેવી આશંકા કેટલાક પ્રબુદ્ધ લોકો વ્યક્ત કરી રહ્યા છે. સૂત્રોનું માનીએ તો હાલમાં પોઝિટિવ લોકોની સંખ્યા 4 જેટલી જણાઈ રહી છે. આ અંગે મનોજ વાઘાણીએ જણાવ્યું હતું કે, મોટા ભાગના નવા
કોરોના સંક્રમિત લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે.

મુસાફરી કરનારાના ટેસ્ટ લેવાવાનું શરૂ થતા કતાર
અેક બાજુ સરકારે ટેસ્ટની સંખ્યા વધારવા અાદેશ કર્યો છે અને બીજી બાજુ બીજા રાજ્યમાંથી ગુજરાતમાં અાવતા કે ગુજરાત રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા લોકોના અાર.ટી.પી.સી.અાર. ટેસ્ટ કરાવવા અાવશ્યક થઈ ગયા છે, જેથી અાર.ટી.પી.સી.અાર. ટેસ્ટ કરાવનારાની કતાર લાગી ગઈ છે.
ભુજની જી.કે. જનરલમાં અોક્સિજન ઉપર 27 દર્દી
તંત્રઅે જાહેર નથી કર્યું. પરંતુ, સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં જ કોરોનાના દાખલ 55 દર્દીમાંથી 27 પોઝિટિવ દર્દીઅો અોક્સિજન ઉપર છે. 2 દર્દી વેન્ટિલેટર ઉપર છે. 2 દર્દી બાયપેપ ઉપર છે.
માસ્કર વગર ફરતા લોકો પર તંત્ર દંડાત્મક કાર્યવાહી શરૂ કરે
કોરોનાના વધતા કેસની નજરે હવે તંત્રઅે માસ્ક વિના ફરનારા સામે અને સોશિયલ ડિસ્ટન્શનો ભંગ કરનારા સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈઅે. નહીંતર ભય વિના ફરતા લોકોની બેદરકારી ચિંતાજનક સ્થિતિ ઊભી કરી દેશે.

અમરાપરમાં એકસાથે 5 કેસ
કચ્છમાં શહેરોની સાથે હવે છેવાડે આવેલા વિસ્તારોમાં પણ કોરોના વકર્યો છે. ખડિરના અમરાપર ખાતે એકસાથે 5 પોઝિટિવ કેસ નોંધાતા આ વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે આરોગ્ય વિભાગમાં સેવારત મોહન ભગતે જણાવ્યું હતુ કે, એેકલા અમરાપરમાં 5 કેસ નોંધાયા છે. અઠવાડીયા પહેલા અમરાપરથી મહિલા ભચાઉ ખરીદી કરવા ગયા હતા. તે બિમાર પડ્યા બાદ ટેસ્ટ કરાવતાં એકસાથે પાંચ કેસ પોઝિટિવ નોંધાયા છે. અચાનક કેસ વધતા આ પંથકમાં ડર વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો