કચ્છ જિલ્લામાં 31મી ડિસેમ્બર સુધી વાવણીલાયક 7 લાખ 53 હજાર 907 હેકટર જમીનમાંથી રવિપાકનું માત્ર 1 લાખ 74 હજાર 724 હેકટરમાં જ વાવેતર થઈ શક્યું છે. જિલ્લાની કુલ વાવણીના અેકલા રાપર તાલુકામાં જ 42.91 ટકા વાવેતર થઈ ગયું છે. જિલ્લામાં વવાયેલી 174724 હેકટર જમીનમાંથી ભુજમાં 13638, અંજારમાં 13025, ગાંધીધામમાં 335, ભચાઉમાં 26005, રાપરમાં 74980, માંડવીમાં 12942, મુન્દ્રામાં 6005, નખત્રાણામાં 10940, અબડાસામાં 14659, લખપતમાં 2195 હેકટર જમીનમાં વાવણી થઈ છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી દિનેશ મિણાંતની કચેરીના જયન્દ્ર પટેલે આપેલી વિગતો મુજબ ચાલુ વર્ષે અોછા વરસાદના કારણે લખપત, મુન્દ્રા તાલુકામાં ડેમ કે ચેકડેમ ભરાયા નથી, જેથી અોછું વાવેતર થયું છે. તેમણે વધુમ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે જીરુ અને ઈસબગુલ પાકનું વાવેતર અોછું થયું છે અને રાઈના માર્કેટ ભાવ વધુ હોવાથી વાવેતર વધ્યું છે. ચણામાં લીલા ચણાના વધારે ભાવ મળતા હોવાથી ગત વર્ષ કરતા અેમાંય વાવેતર વધ્યું છે. જોકે, ઘઉ, રાઈ કે જીરુ જેવા પાકોમાં સમયસર વાવેતર થયું હતું. પરંતુ, ચૂંટણી અને અન્ય કામગીરીને કારણે રિપોર્ટિંગ ક્ષેત્રીય કક્ષાઅેથી થઈ શક્યું નથી.
ઘઉંનું વાવેતર ફકત 31714 હેકટરે પહોંચ્યું
જિલ્લામાં ઘઉનું કુલ માત્ર 31714 હેકટરમાં જ વાવેતર થયું છે, જેમાંથી અબડાસામાં 6641માં, અંજારમાં 1530, ભચાઉમાં 2820, ભુજમાં 1545, ગાંધીધામમાં 70, લખપતમાં 555, માંડવીમાં 5729, મુન્દ્રામાં 1502, નખત્રાણામાં 3122, રાપરમાં 8200 હેકટરનો સમાવેશ થાય છે.
રાઈ 54283 હેકટરમાં વવાઈ
જિલ્લામાં રાઈનું કુલ 54282 હેકટરમાં જ વાવેતર થયું છે, જેમાંથી અબડાસામાં 5853માં, અંજારમાં 2500, ભચાઉમાં 9000, ભુજમાં 4114, ગાંધીધામમાં 25, લખપતમાં 360, માંડવીમાં 1848, મુન્દ્રામાં 1091, નખત્રાણામાં 4992, રાપરમાં 24500 હેકટરનો સમાવેશ થાય છે.
જીરુ 41284 હેકટરમાં વવાઈ ગયું
જિલ્લામાં જીરુનું કુલ 41282 હેકટરમાં જ વાવેતર થયું છે, જેમાંથી અબડાસામાં 0, અંજારમાં 2835, ભચાઉમાં 6000, ભુજમાં 210, ગાંધીધામમાં 10, લખપતમાં 0, માંડવીમાં 323, મુન્દ્રામાં 226, નખત્રાણામાં 80, રાપરમાં 31600 હેકટરનો સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.