ભાસ્કર વિશેષ:કચ્છમાં 12,83,601 લાભાર્થીઓમાંથી હજુ 40,714 ના આધારકાર્ડ રાશનકાર્ડથી લીંક નથી

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જેમના આધારકાર્ડ લીંક ન હોય તેમના માટે પણ રાશન ફાળવાતું હોય તો જાય છે કયાં ?

કચ્છમાં 12,83,601 અેન.અેફ.અેસ.અે. લાભાર્થીઅોને વ્યાજબી ભાવની દુકાનેથી રાહત દરે રાશન અપાય છે જો કે, વર્તમાન સ્થિતિ જિલ્લાના હજુ 40,714 લાભાર્થીઅોના અાધારકાર્ડ રાશનકાર્ડથી લીંક થયેલા નથી. સરકાર દ્વારા સાચા લાભાર્થીને જ અનાજનો પુરવઠો મળે તે માટે રાશનકાર્ડ સાથે અાધારકાર્ડ લીંક કરવાની સાથે થમ્બ પધ્ધતિથી રાશનનું રાહત દરે વિતરણ કરવામાં અાવે છે. કચ્છમાં 2,68,492 અેનઅેફઅેસઅે રાશનકાર્ડ હેઠળના 12,83,601 લાભાર્થીઅોને રાહતદરે રાશન અપાય છે.

જો કે, જિલ્લામાં વર્તમાન સ્થિતિઅે 12,83,601 લાભાર્થીઅોમાંથી 12,42,887 લાભાર્થીઅોના જ અાધારકાર્ડ રાશનકાર્ડથી લીંક થયેલા છે જયારે 40,714ના હજુ બાકી છે. વ્યાજબી ભાવની દુકાનોમાં સંચાલક તરીકે કાર્યરત સૂત્રોના કહેવા મુજબ જેટલા લાભાર્થીઅોના અાધારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંક હોય તેટલા લાભાર્થીઅોને જ રાશન અપાય છે અેટલે કે, જો અેક રાશનકાર્ડમાં 10 લાભાર્થી હોય અને તેમાંથી 5 લાભાર્થીના અાધારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંક હોય અને બાકીના 5 ના અાધારકાર્ડ લીંક ન હોય તો જેટલા લાભાર્થીના અાધારકાર્ડ લીંક ન હોય તેટલા લાભાર્થીઅોના નામ અોનલાઇન લીસ્ટમાં જ અાવતા નથી અને લીસ્ટમાં જેટલા લાભાર્થી હોય તે મુજબ રાશન અપાય છે.

બીજી બાજુ પુરવઠા તંત્રના કહેવા મુજબ જે લાભાર્થીઅોના અાધારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંક હોય અને જેમના લીંક ન હોય તે સહિત તમામ અેટલે કે, રાશનકાર્ડમાં જેટલા લાભાર્થીઅોના નામ હોય તે તમામ લાભાર્થીઅોના ભાગે અાવતું રાશન ફાળવાય છે ત્યારે પ્રશ્ન અે થાય કે, જે લાભાર્થીઅોના અાધારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંક થયેલા ન હોય તેવા લાભાર્થીના ભાગે અાવતો અનાજનો જથ્થો ફાળવવામાં અાવતો હોય તો તે ખરેખર કયાં પગ કરી જાય છે તે અેક પ્રશ્ન છે.

જિલ્લામાં 96.83 ટકા કામગીરી
ભુજ તાલુકાના ખાવડામાં 9,4,36 અેન.અેફ.અેસ.અે. રાશનકાર્ડ ધારકો છે, જેના 42,404 લાભાર્થીઅો પૈકી 38,443ના જ અાધારકાર્ડ રાશનકાર્ડ સાથે લીંક છે, જયારે 3,961 લાભાર્થીના અાધારકાર્ડ લીંક થયેલા નથી. ભુજ તાલુકાના ખાવડામાં અાધારકાર્ડ લીંકની કામગીરી સાૈથી અોછી 90.66 ટકા જયારે 10 તાલુકામાંથી લખપત તાલુકામાં સાૈથી વધુ 99.92 ટકા તો વળી જિલ્લામાં 96.83 ટકા કામગીરી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...