મૂળ વાગડના અને હાલે ભુજ એવા દોશી અને સંઘવી પરિવારે પંચ પરમેષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટની રચના કરી આરોગ્ય ક્ષેત્રે જન સામાન્યની સુખાકારીના મુખ્ય ઉદ્દેશ સાથે ‘સંજીવની વેલનેસ ક્લિનિક’-રાહત દરનું પ્રીમિયમ ક્લિનિકનો ભુજ મધ્યે 1 ઓગસ્ટથી શરૂ કરાયું છે . ટ્રસ્ટની તમામ સેવા ટોકન ચાર્જ અથવા નિઃશુલ્ક આપી શકાય એ હેતુસર માતા મંછાબેન કેશવલાલ સંઘવી પરિવાર, ભગવાનજી દામજી દોશી પરિવાર અને જયંતીલાલ નેમજી મહેતા પરિવા૨ દ્વારા ‘સંજીવની વેલનેસ ક્લિનિક’ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવેલ.
મેનેજીંગ ટ્રસ્ટી સંદિપભાઈ દોશી અને સી.ઈ.ઓ. મેહવીશ મેમણએ જણાવ્યુ હતું કે આ મલ્ટીસ્પેશિયાલિટી ક્લિનિક શરૂ કરવાનો મુખ્ય હેતુ કચ્છના લોકોને આ ટ્રસ્ટ દ્વારા પ્રીમિયમ મેડિકલ સેવાઓ, હાઈજીનિક વાતાવરણમાં નિષ્ણાંત ડૉક્ટર્સની ટીમ દ્વારા ખૂબ જ રાહત દરે એક જ સ્થળે મળી રહે. ડૉક્ટર્સની ટીમમાં ડૉ.કે.એલ.ગોસ્વામી, ડૉ. પ્રવિણ દોશી(ઓર્થોપેડીક), ડૉ. મેહનાઝ મેમણ(દાંતના સર્જન), ડૉ. નિનાદ ગોર(ડાયાબિટીસ નિષ્ણાંત) જેવા અનુભવી ડૉક્ટર્સ દ્વારા માત્ર રૂ.30 થી રૂ.150 જેવા રાહત દરે કન્સલ્ટેશન કરી આપવામાં આવે છે.
આ ઉપરાંત નર્સિંગ હોમ કેરના માધ્યમથી ભુજ મધ્યે શારીરિક નાદુરસ્તી સમયે નર્સિંગ હોમ સર્વિસ ટોકન ચાર્જીસ સાથે ઉપલબ્ધ છે.તથા ડે-કેર સુવિધાના માધ્યમથી ડોકટર્સની સલાહ મુજબ સવારથી સાંજ સુધી પેશન્ટને દાખલ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ. ડિસ્કાઉન્ટેડ પેથોલોજી લેબોરેટરીમાં પણ જાહેર જનતા માટે તમામ પ્રકારના ટેસ્ટ વ્યાજબી લેબ ચાર્જીસમાં કરી આપવામાં આવશે સાથે હોમ વિઝીટની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત 24x7 ફ્રી ઓકિસજન બોટલ સર્વિસ દરેકને માટે તદ્દન નિઃશુલ્ક સેવા શરૂ કરાઈ છે.જે માટે હેલ્પલાઇન નંબર - 99 253 66 353 છે. એપોઇન્ટમેન્ટ માટે 02832-229922 અથવા 9925366353 આ નમ્બર પર સંપર્ક કરી શકાશે.
તમામ સુરક્ષા કર્મીઓને નિઃશુલ્ક ચેક અપ
ડિફેન્સ-પોલીસ-હોમગાર્ડ યોજના અંર્તગત જે લોકો દેશની સેવામાં પ્રતિપલ તત્પર છે તેમના યોગદાનની સરાહના કરી તેમના માટે સંજીવની વેલનેસ ક્લિનિક અંતર્ગત ચાલતા તમામ વિભાગોમાં ડોકટર્સ કન્સલ્ટેશન (ચેક અપ)ની તદ્દન નિઃશુલ્ક સુવિધા ઉપલબ્ધ છે. તમામ સુવિધાઓનો કચ્છની જનતા મહત્તમ લાભ લે તેવી લાગણી ટ્રસ્ટના ટ્રેઝરર અશોકભાઈ સંઘવી અને ડાયરેકટર મેહુલભાઈ મેહતાએ વ્યક્ત કરી હતી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.