આયોજન:કચ્છની કોલેજના વિદ્યાર્થીઓ માટે કલ્ચરલ ફેસ્ટનું આયોજન

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કોરોના કાળમાં શિક્ષણ ક્ષેત્ર અને વિદ્યાર્થીઓના માનસ પર વિપરીત અસર પડી છે. કોલેજ સ્ટુડન્ટસને સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં પરોવવા રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટીએ કચ્છ યુનિવર્સિટી સાથે સમન્યવ્ય સાધી કુલપતિ ડો.જયરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તા.29 અને 30 સપ્ટેમ્બરના સમન્વય કલ્ચરલ ફેસ્ટ નું આયોજન કર્યું છે. જેમાં મોનો એક્ટિંગ, મિમિક્રી, ક્લાસિકલ ઇન્સ્ટ્રુમેન્ટલ સોલો, લાઈટ વોકલ ઇન્ડિયન, ગ્રુપ સોંગ એવી પાંચ કેટેગરીમાં કચ્છની તમામ કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે. જે માટે ગૂગલ ફોર્મ દ્વારા તા.21/9 સુધી રજીસ્ટ્રેશન કરાવી વિડીયો અપલોડ કરવાનું રહેશે. દરેક કેટેગરીમાં 10 સ્પર્ધકોને નિર્ણાયકો દ્વારા પસંદ કરાશે ફાઇનલ પર્ફોર્મન્સના વિજેતાઓને પારિતોષિક અને પ્રમાણપત્ર અપાશે. ફાઇનલ પર્ફોર્મન્સને લાઈવ પ્રસારિત કરાશે. વધુ માહિતી માટે ડો.રિશી જોશી-9429006729, ડો.અમર મહેતા, રાજન મહેતાનો સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...