તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ કચેરી દ્વારા વાદન સ્પર્ધાનું આયોજન

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંયુક્ત રીતે વાદન (હાર્મોનિયમ, તબલા, વાંસળી) સ્પર્ધાનું આયોજન કરાયું છે. જેમાં 6થી 14, 15થી 20, 21થી 59 વર્ષ સુધીના તેમજ 60 વર્ષથી ઉપરના ઓપન જૂથમાં ભાગ લઇ શકશે. જેની વીડિયો ક્લિપ તૈયાર કરી સીડી/પેનડ્રાઈવમાં અથવા રૂબરૂ તા.13/1 સુધીમાં બપોરે 12 વાગ્યા સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, બહુમાળી ભવન ભુજ ખાતે મોકલવાની રહેશે. સ્પર્ધામાં પ્રથમ વિજેતાને રૂ.1000, દ્વિતિયને રૂ.750 અને તૃતીયને રૂ.500 ઇનામ અપાશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાંથી 10 વિજેતા કલાકારોની પસંદગી થશે. જે પૈકી પ્રથમ વિજેતાને રૂ.25,000, દ્વિતીયને રૂ.15,000 અને તૃતીયને રૂ.10,000 અને બાકીના સાત વિજેતાઓને રૂ.5,000ના ઇનામ અપાશે. સ્પર્ધકે વીડિયોની શરૂઆતમાં પોતાનું નામ-સરનામું, ઉંમર તથા કૃતિનું નામ બોલવાનું રહેશે. વધુ માહિતી માટે સમા રશીદ (નં.8200040676), નરસિંહભાઈ ગાગલ તથા દેવાંશીબેન ગઢવીનો સંપર્ક કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો