પ્રાકૃતિક ખેતી:ધરતી અને માનવની રોગ પ્રતિકારક શક્તિ વધારવા સજીવ ખેતી અનિવાર્ય

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામકૃષ્ણ ટ્રસ્ટની શિબિરમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે માહિતી મેળવી

કુકમા ખાતે રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા કૃષિ કૌશલ્ય વર્ધન કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા 69મા ત્રિદિવસીય પ્રશિક્ષણ શિબિરમાં ખેડૂતો, ખેતી કરવા ઈચ્છુક યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખેતી જ નહીં પરંતુ યોગ, પ્રાણાયામ અને શિસ્તના પાઠ પણ ભણ્યા હતા.

પ્રથમ દિવસે સંસ્થાના મુખ્ય પ્રબંધક જયભાઈ જેઠવાએ તાલીમનું મહત્વ સમજાવ્યું હતું અને કોઈ કામ સંકલ્પ લઈને દ્રઢતાથી કરાય તો ચોક્કસ સફળતા મળે છે. મેનેજિંગ ટ્રસ્ટી મનોજભાઈ સોલંકીનું સજીવ ખેતી અંગે વક્તવ્ય વિડીયો મારફતે જણાવ્યું હતું. સાત્વિક સંસ્થા સાથે સંકળાયેલા શૈલેષભાઈ વ્યાસે જમીન અને માટીની વિશે વિવિધ મુદ્દાઓ પર છણાવટ કરી હતી.

બીજા દિવસે બે દાયકા કરતાં વધારે સમયથી સજીવ ખેતી કરતા નિંગાળના મગનભાઈ આહિરે જમીન સુપોષણ, ખેડ, વિખેડ, પાણીનું વ્યવસ્થાપન, બીજ માવજત, ખેતનોંધ વગેરે મુદ્દે પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા. મૌલિકભાઈએ ખેડૂતોને વાડી દર્શન અને ખાતર, દવા બનાવવાનું પ્રેક્ટિકલ કરાવ્યું હતું.

અંતિમ દિને માર્કેટિંગ અને મૂલ્યવર્ધન વિષયે પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ ભુડીયાએ ઉપયોગી માહિતી આપી હતી. ગાયનું ખેતીમાં મહત્વ એ વિષય પર નાની નાગલપરના મેઘજી ભાઈ હિરાણીએ જાત અનુભવની માહિતી આપી હતી. મેઘજીભાઈ હિરાણી તેમજ જયભાઈ જેઠવાની ઉપસ્થિતિમાં દરેક શિબિરાર્થીઓએ પોતાના અનુભવો રજુ કર્યા હતા. શિબિર સંચાલન શૈલેન્દ્રસિંહ જેઠવા તેજસ પટ્ટણીએ સંભાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...