તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઈમ:કલેકટર તરફથી આદેશો વછૂટ્યા : બાયોડીઝલ પ્રકરણમાં મામલતદાર ફોજદારી નોંધાવે

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મામલતદારે પુરવઠા અધિકારીને રિપોર્ટ કર્યો જે બાદમાં કલેક્ટરને રજૂ કરાતા અપાઇ સૂચના : એસડીએમ ગુરવાની
  • દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ ગુમ થઈ ગયેલા બે ટેન્કર અને 38000 ડીઝલના જથ્થા માલિક સામે નોંધાવાશે ફરિયાદ

દસ દિવસ પૂર્વે માધાપર પાસે પોલીસે પકડેલા બે ટેન્કરમાં 38000 બાયોડિઝલનો જથ્થો મામલતદાર દ્વારા સીઝ કરાયો હતો, જે બંને ટેન્કર અને તેમાં રહેલો જથ્થો ગુમ થઈ જતા સમગ્ર મામલો “દિવ્ય ભાસ્કરમાં” પ્રકાશિત કરવામાં આવ્યો હતો જે બનાવમાં કલેકટરના આદેશો વછૂટ્યા છે અને મામલતદાર જથ્થા માલિક સામે ફોજદારી નોંધાવશે. બાયોડીઝલ અને બંને ટેન્કર મામલતદાર દ્વારા સીઝ કરાયા હતા અને સીઝ ઓર્ડરમાં મુકેશ ખરાશંકર જોશીની સહી લેવામાં આવી હતી, ત્રણ સેમ્પલ લઇ એફ.એસ.એલ.ના રિપોર્ટ માટે મોકલાયા હતા અન્ય કોઈ આદેશ ન થાય ત્યાં સુધી સિઝ થયેલો જથ્થો અને ટેન્કર યથાસ્થિતિમાં રાખવા હુકમ થયો હતો, એમ છતાંય બંને ટેન્કર ગુમ કરી દઈ તેમાં રહેલો જથ્થો વેચી દીધો હોવાની વાત મળતા સમગ્ર પ્રકરણ “દિવ્ય ભાસ્કર” દ્વારા એક્સપોઝ કરવામાં આવ્યો હતો. પુરવઠા વિભાગ અને મામલતદારને આ બંને ટેન્કર વિશે પૂછા કરાતા તેઓની ટીમ ત્યાં ધસી ગઈ હતી

અને ખરેખર બંને ટેન્કરો ગુમ થઇ ગયા હોવાનું તેમના ધ્યાને આવ્યું હતું જેથી પુરવઠા અધિકારી ડો. રીનાબોન ચૌધરીએ મામલતદારને રિપોર્ટ કરવા જણાવ્યું હતું જેથી મામલતદારે ગુરુવારે સાંજે રિપોર્ટ કરી તેમને સોંપ્યો હતો. આ અંગે જીલ્લા પુરવઠા અધિકારીનો બે દિવસનો ચાર્જ સંભાળી રહેલા અને આઇ.એ.એસ અધિકારી મનીષ પુરાણી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, મામલતદાર દ્વારા રજૂ કરેલો રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવ્યો હતો અને ત્યાંથી આદેશ વછુટ્યો હતો કે આ બનાવમાં

એક તરફ રાજ્યકક્ષાએથી બાયોડીઝલમાં કડકાઈ છતાંય કચ્છમાં આવા તત્ત્વો બેફામ બન્યા
થોડા દિવસો પૂર્વે રાજ્યકક્ષાએથી બાયોડીઝલના ગેરકાયદે વેપલા સામે લાલ આંખ કરવામાં આવી હતી જે બાદ કચ્છનું પોલીસ તંત્ર પણ ગેરકાયદેસર વેપલો બંધ કરાવવા માટે જથ્થો પકડવાની દોટ મૂકી હતી. બાયોડિઝલનો જથ્થો પકડવો એ પોલીસની કામગીરીમાં આવતું ન હોવા છતાંય તેઓ ગેરકાયદેસર વેપલો અટકાવવા માટે જથ્થો પકડીને પુરવઠા વિભાગને જાણ કરતા હોય છે. જથ્થો પકડાઈ ગયા બાદ મામલતદાર દ્વારા સીઝ કરાયો હતો અને મુકેશ ખરાશંકર જોશી તેમજ તેના સાગરિત દ્વારા આ જથ્થો બારોબાર ગુમ કરી દેવાયો હતો. સીઝ થઈ ગયેલો જથ્થો પણ તેમણે વેચી મારી ટેન્કરને ગુમ કરી દીધા હતા ત્યારે આ બનાવમાં મામલતદારની કામગીરીમાં ખામી ગણો કે પછી ગેરકાયદેસર વેપલો કરતા તત્વોની હિંમત. સીઝ કરેલો જથ્થો અને ટેન્કર બારોબાર ગુમ કરી દેવામાં આવા તત્વો સામે કડકાઈ અપનાવી ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવે તો જ આવા બનાવો બનતા અટકી શકે તેમ છે, જો તેમના પર ધાક બેસાડતી કાર્યવાહી ન થઈ તો તેમને પ્રોત્સાહન મળી જાય તેમ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો