ભુજ તાલુકાના મેઘપરના વેપારીઅે દહીંસરાના નૈરોબી રહેતા NRI પાસેથી લીધેલી લેણી રકમ પેટે અાપેલા 4 ચેક પરત ફરતાં ભુજની કોર્ટે વેપારીને રૂ.46.60 લાખ 9 ટકા વ્યાજ સાથે પરત કરવાની સાથે અેક વર્ષની કેદનો અાદેશ કર્યો છે.
ફરિયાદી નૈરોબી સ્થિત રવજી જાદવા ખીમાણીઅે પોતાના પાવરદાર મારફતે ભુજની કોર્ટમાં અેવી ફરિયાદ કરી હતી કે, તેઅો અને અારોપી વેપારી ગોવિંદ કેશરા હાલાઇ (સાકાર ફર્નિચર) વાળા સાથે કાૈટુંબિક સંબંધો છે. અારોપીને રૂપિયાની જરૂરિયાત હોઇ સંબંધના નાતે ફરિયાદીને અાર્થિક સહાય કરવા માગણી કરતાં ફરિયાદીઅે અારોપીને રૂ.46,60,000 હાથ ઉછીના થોડા સમય માટે અાપ્યા હતા. ત્યાબાદ ફરિયાદીઅે અારોપી પાસેથી રકમની માગણી કરતાં અારોપીઅે ફરિયાદીના નામજોગ 4 અલગ-અલગ ચેક લખી અાપ્યા હતા. અારોપીઅે અાપેલા 4 ચેક ફરિયાદીઅે પોતાના બેન્ક ખાતામાં નાખતાં અારોપીના ખાતામાં પૂરતું ફંડ ન હોવાના શેરા સાથે પરત ફર્યા હતા. અાથી ફરિયાદીઅે ભુજના ચોથા ચીફ જયુડીશીયલ જજ સાહેબની કોર્ટમાં ફોજદારી ફરિયાદ નં.2167/18 વાળી કરી હતી.
અારોપીઅે ગુન્હો કબૂલ ન કરતાં કેસ ચલાવવામાં અાવ્યો હતો. પૂરાવા અને દલીલોના અંતે અદાલતે અારોપીનો બચાવ માન્ય રાખ્યો ન હતો અને ચોથા જયુડીશીયલ મેજિસ્ટ્રેટ દ્વારા અારોપી વેપારીને અેક વર્ષની કેદની સજા ફટકારી, ચેકની રકમ રૂ.46 લાખ 60 હજાર 9 ટકા વ્યાજ સાથે પરત કરવા અાદેશ કર્યો હતો. ફરિયાદી વતી ભુજના વકીલ અવનિશ જે. ઠક્કર અને સલીમ અેસ.ચાકીઅે હાજર રહી દલીલો કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.