તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:વસતી ગણતરીની કામગીરીમાં રખાયેલાને છૂટા કરવા આદેશ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભુજ પાલિકાએ અન્ય શાખામાં બદલીને પાલન કર્યું

ભુજ નગરપાલિકામાં વસતી ગણતરીની કામગીરી માટે રખાયેલા હંગામી કર્મચારીઓને છૂટા કરવા કલેકટરે આદેશ કર્યો હતો. પરંતુ, વસતી ગણતરીની કામગીરીના બહાને રખાયેલા હંગામી કર્મચારીઓને છૂટા કરવાને બદલે અન્ય શાખામાં બદલી કરી નોકરીએ ચાલુ રખાયાના હેવાલ છે. ભુજ નગરપાલિકામાં મહત્ત્વની શાખાઓને એક જ રૂમમાં રાખી દેવાઈ છે અને કાયમી કર્મચારીઓને કોઈપણ સુવિધા વિનાના રૂમમાં બેસાડી દેવાયા છે. પરંતુ, રાતોરાત વસતી ગણતરીનો અલગથી રૂમ ઊભો કરીને એ.સી. સહિતની સુવિધાઓ સાથે હંગામી કર્મચારીઓને ટેબલ ખુરશી ઉપર બેસાડી દેવાયા છે. જોકે, કલેકટરે હાલ વસતી ગણતરીની કામગીરી ચાલતી ન હોઈ હંગામી કર્મચારીઓને છૂટા કરવાનો આદેશ કર્યો છે.

પરંતુ, ભુજ નગરપાલિકાએ એમાંય છટકબારી શોધી લીધી છે. વસતી ગણતરીની કામગીરી માટે રખાયેલા હંગામી કર્મચારીઓને અન્ય શાખામાં બેસાડી દેવાયા છે. ભુજ પાલિકામાં હજુ તો વસતી ગણતરીની કામગીરીમાં બમણું પગાર વસુલવાના કાૈભાંડની શાહી સૂકાઈ નથી ત્યાં વસતી ગણતરીના બહાને હંગામી કર્મચારીઓ રાખવા અને એ.સી. સહિતની સુવિધાવાળો અલગ રૂમ ફાળવવાની ગેરરીતિ શરૂ થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...