સમસ્યા:કુકમા ગ્રામ પંચાયતને કરાર પેટે 1 લાખ ચૂકવવા આદેશ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજ તાલુકાની કુકમા ગ્રામ પંચાયત પાસેથી ગટરનું પાણી ખરીદવા માધાપરના રહીશે કરાર કર્યો હતો પણ નિયમિત પાણી ન મળતાં અદાલતે ગ્રામ પંચાયતને એક લાખ ચૂકવવા આદેશ કરાયો હતો. લાલજી વાલજી હિરાણીએ તેમની માલિકીની જમીન માટે ગટરનું પાણી ખરીદવા કરાર કર્યો હતો પણ નિયમિત પાણી ન મળવાથી કરારની અમલવારી માટે ગ્રામ પંચાયત વિરૂધ્ધ દાવો દાખલ કર્યો હતો જે નામંજૂર થતાં તેમણે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાદ માગી હતી. અદાલતે અપીલને આંશિક મંજૂર કરી ગ્રામ પંચાયતને 1 લાખ ચૂકવવા આદેશ કર્યો હતો. અરજદાર વતી વકીલ આનંદ જોશી અને બિપિન નાથબાવાએ પક્ષ રજૂ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...