આદેશ:સુખપર અને મદનપુર ગ્રા.પં.માં વહીવટદાર નિમવા આદેશ

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે વિભાજન કર્યું
  • જાહેરનામા બાદ ટી.ડી.અો.ની ભલામણથી પગલું ભરાયું

ભુજ તાલુકાના સુખપર ગ્રામ પંચાયતમાંથી મદનપુરને નવી ગ્રામ પંચાયતના વિભાજન કરવા પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે જાહેરનામું બહાર પાડતા જિલ્લા વિકાસ અધિકારીએ બંને ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમવા આદેશ કર્યાના હેવાલ છે. પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરથી પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે જાહેરનામું બહાર પાડી ભુજ તાલુકાના સુખપર ગ્રામ પંચાયતમાંથી મદનપુરને નવી ગ્રામ પંચાયતના વિભાજન કરવાનો આદેશ કર્યો છે, જેથી જાહેરનામાની રૂએ જે ગામનું વિભાજન કરવામાં આવે તે ગુજરાત પંચાયત અધિનિયમ અન્વયે એ ગામમાં પંચાયતનું વિસર્જન થઈ જાય છે.

પંચાયતની સત્તા વાપરવા માટગે વહીવટદાર નિમવાના હોય છે. જેના પગલે ભુજ તાલુકા વિકાસ અધિકારી શૈલેષ રાઠોડે વહીવટની સરળતા અને વહીવટના હિતને ધ્યાને લઈને જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીને સુખપર ગ્રામ પંચાયત અને મદનપુર ગ્રામ પંચાયત માટે વહીવટદાર નિમવા ભલામણ કરી હતી, જેથી જિલ્લા વિકાસ અધિકારીએ ભુજની મદદનીશ ખેતી નિયામકની કચેરીના ગ્રામ સેવક જી. વી. ચાૈધરીને વહીવટદાર તરીકે નિમવા આદેશ કર્યો હતો.

પ્રથમ બેઠક ન મળે ત્યાં સુધી વહીવટદાર શાસન
નાયબ જિલ્લા વિકાસ અધિકારી પંચાયત અને જિલ્લા વિકાસ અધિમકારીએ 4થી જુલાઈના બહાર પાડેલા કાર્યાલય આદેશમાં જણાવાયું છે કે, સુખપર અને મદનપુર ગ્રામ પંચાયતોની રચના કરવામાં આવે અને નવી ચૂંટાયેલી પંચાયતો પ્રથમ બેઠક ન ભરે ત્યાં સુધી વહીવટદાર તરીકે ફરજો જી. વી. ચાૈધરીએ બજાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...