પશ્ચિમ કચ્છ પોલીસમાં આંતરિક બદલી:એસપી સૌરભ સિંઘ દ્વારા 6 PI અને 4 PSIની બદલીના આદેશ

ભુજ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસપી સૌરભ સિંઘ દ્વારા 6 PI અને 4 PSIની બદલીના આદેશ

પશ્ચિમ કચ્છ એસપી દ્વારા આજે 6 PI અને 4 PSIની જાહેરહિતમાં આંતરિક બદલીના આદેશ કરવામાં આવ્યા છે. તમામ અધિકારીઓને તાત્કાલિક બદલીના સ્થળ પર હાજર થવા આદેશ કરાયો છે.પશ્ચિમ કચ્છ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મંદિર ચોરી, હત્યા અને છેતરપિંડી જેવા ગુનાઓના પ્રમાણમાં વધારો થયો છે. ત્યારે એસપી સૌરભ સિંઘ દ્વારા આજે 6 PI અને 4 PSIની આંતરિક બદલીના આદેશ કર્યા હતા.

બદલી કરાયેલા PIના નામની યાદી
બદલી કરાયેલા PIના નામની યાદી

બદલી કરાયેલા પોલીસ અધિકારીઓમાં પીઆઇ એ.સી.પટેલને ભુજ સી.પી.આઈ માંથી ભુજ એ ડિવિઝનમાં, પીઆઇ પી.એમ. ચૌધરીને ક્રાઈમ અગેન્સ વુમન્સથી માધાપર પોલીસ મથકે, પીઆઈ વાય.એન. લેઉઆની માધાપર પોલીસ મથકેથી ભુજ ક્રાઈમ અગેન્સ વુમન્સ ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે તાલીમ પૂર્ણ થતાં પીઆઇ પી.વી. વાઘેલાની બી ડિવિઝન મથકે, ડી.આર. ચૌધરીને માનકુવા ખાતે અને ડી.એન.વસાવા ગઢશીશા ખાતે નિમણૂક કરવામાં આવી છે.

બદલી કરાયેલા PSIના નામની યાદી
બદલી કરાયેલા PSIના નામની યાદી

જ્યારે પીએસઆઇ વાય.પી.જાડેજાની માનકુવાથી કોઠારા, પીએસઆઇ જી.પી. જાડેજાની કોઠારથી મુન્દ્રા, પીએસઆઇ એસ.એ. મહેશ્વરીની મુન્દ્રાથી નિરોણા અને પીએસઆઇ ડી.એ. ઝાલાની નિરોણાથી ખાવડા, ખાતે બદલી કરી દેવામાં આવી છે. જિલ્લા પોલીસવડાએ બદલીઓને રૂટિન ગણાવી હતી.

અન્ય સમાચારો પણ છે...