તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:ટ્રાન્સપોર્ટર-ઇન્સ્પે.ના વાયરલ વિડીયો મુદ્દે તપાસના આદેશ

ભુજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરટીઓ અધિકારીઓની ટીમ બનાવાઇ

ધાણેટીના ટ્રાન્સપોર્ટરો ત્રસ્ત થઇને અાર.ટી.અો. સાથે બોલાચાલી કરી હતી જે છ માસ જૂનો વિડીયો વાયરલ થતા મામલો સમાચારોમાં પ્રકાશિત થયો હતો. સમગ્ર બનાવ અંગે તપાસના અાદેશ વછુટયા છે. ભુજ અાર.ટી.અો.ના અધિકારીઅોની તપાસ ટીમ બનાવાઇ છે જે સમગ્ર બનાવના અાસા-પાસાની ચકાસણી કરશે. વાયરલ થયેલા વિડીયોમાં સરકારી વાહનમાં કયા ઇન્સ્પેકટર બેઠા છે તે સાફ દેખાતો નથી તો સામે કયો વ્યક્તિ ગાળો ભાંડે છે તે પણ દેખાતો નથી.

સુત્રોઅે કહ્યું હતું કે, ધાણેટીના ટ્રાન્સપોર્ટરો અાસિ. ઇન્સ્પેકટર કાૈશલ વી. પટેલની કનડગતથી થાકીને ગાળો ભાંડી હતી. અાર.ટી.અો. ચિંતન પટેલ તરફથી અેક તપાસ સમિતિ બનાવવાનો અાદેશ કરવામાં અાવ્યો હતો જેમાં અાર.ટી.અો.ના ઇન્સ્પેકટરો વિડીયોના અાસા-પાસ ચકાસી તેમજ વિડીયોમાં વહીવટી તંત્ર પર થયેલા અાક્ષેપોની છણાવટ કરશે. નોંધનીય છે કે, અા ઇન્સ્પેકટર અગાઉ અા જ વિસ્તારમાં પ્રાઇવેટ વાહનથી ચેકિંગ કરતા હોવાથી ચર્ચામાં અાવ્યા હતા.

તો હાલમાં પણ મુન્દ્રા વિસ્તારમાં પ્રાઇવેટ માણસને સાથે રાખી પ્રાઇવેટ કારથી રાત્રે ચેકિંગ કરવાના બહાને ઉઘરાણા કરી લેતા હોવાની વાત વહેતી થઇ છે. વિડીયોમાં અાર.ટી.અો. તંત્રની પોલ પાધરી કરી દેવાઇ છે ત્યારે હવે રાજયકક્ષાઅેથી અા ઇન્સ્પેકટર સામે શુ પગલા ભરવામાં અાવે છે તેના પર સાૈની મીટ મંડાઇ છે.

અન્ય સમાચારો પણ છે...