અદાલતે કર્યો આદેશ:ભૂકંપમાં ધ્વસ્ત મિલકતના કેસમાં ભાડુઆતની તરફેણમાં હુકમ

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાડુઆતને જમીન પરત આપવા અદાલતે કર્યો આદેશ

ભૂકંપમાં ધ્વસ્ત થયેલી મીલકત સબંધે ભુજમાં ભાડુઆત અને મિલકત માલિક વચ્ચેના કેસમાં હુકમ સામે મકાન માલિકે રિવિઝન દાખલ કરી હતી. જે રિવિઝન અરજી રદ કરી નાયબ કલેકટરને હુકમ કાયમ રાખી અદાલતે ભાડુઆતોની તરફેણાં ચુકાદો આપ્યો હતો.

ભુજના ભાડુઆત વેપારી જેઠાલાલ ખટાઉ ઠક્કર અને દીલીપ ધારશી કોરડીયા દ્વારા નાયબ કલેક્ટર ભુજની કોર્ટ સમક્ષ બોમ્બે રેન્ટ એક્ટ ની કલમ 17(ડી) તળે ભુજના વોર્ડ નંબર-3, નવી નગર રચના યોજના નંબર- 3 ના અંતિમ ખંડ નંબર 452/1, 452/2, 452/3 અપીલ દાખલ કરવામાં આવી હતી.

આ કેસમાં ભુજના અનસુયાબેન અરવિંદકુમાર મહેતા, હીરેન અરવિંદકુમાર મહેતા, કવિતાબેન અરવિંદકુમાર મહેતા, લીલાવંતીબેન ઇબજી જોશી, સ્વ લક્ષ્મીશંકર હરજીવન જોષી તથા ભાડાના મુખ્ય કારોબારી સામે કરેલ દાવામાં બન્ને પક્ષે રજુ થયેલા પુરાવાઓને ધ્યાને લઇ કોર્ટે દ્રારા બન્ને ભાડુઆતોની અપીલ અરજી મંજુર કરી મિલકત શ્રી સરકારમાં દાખલ કરવા તેમજ તે જમીનનો કબજો ભુજ સીટી સર્વે સંભાળી લેવા તથા અરજદારએ પોતાના ભાડુઆતી હકકહિસ્સાની મિલકતની કબજા કિંમત જમીન મુલ્યાંકન સમિતિમાં નક્કી કરવાની રહેશે તે રકમ અરજદારે હાલના ધારણ કર્તા ને ચુકવવાની રહેશે તેવો હુકુમ કર્યો હતો.

જેમાં મકાન માલિકે કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરતાં અદાલતે નાયબ કલેકટરના હુકમને માન્ય રાખી ભાડુઆતોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. આ કેસમાં બન્ને ભાડુઆતો તરફે વકીલ મજીદ એલ. મણિયાર તથા નિઝર એમ. ભાંભવાણી, અને આસિફ ડી.માંજોઠી હાજર રહી દલીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...