વિરોધ:ધારાસભ્યના પુત્ર સામેની ફરિયાદને ખોટી લેખાવી વિવિધ સંગઠનોનો વિરોધ

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય તથા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખના પુત્ર હરદીપસિંહ પર થયેલી ફરિયાદને ખોટી લેખાવતા કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા, કચ્છ ઇતિહાસ પરિષદ, કચ્છ જિલ્લા કરણી સેના, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય યુવા સભા, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા તેમજ સમગ્ર કચ્છના તમામ તાલુકામાંથી સમાજના લોકો સાથે અન્ય સમાજના લોકોએ તા.29ના કલેકટરને આવેદન પત્ર આપવા માટેની ધારાસભ્ય સમક્ષ રૂબરૂ તેમજ ટેલીફોનીક અપીલ કરી હતી. આ બાબતે ધારાસભ્ય જણાવેલ કે તેમણે એસ.પી. સાથે રૂબરૂ મુલાકાત કરી હતી તથા એસપીએ યોગ્ય ન્યાયિક તપાસ કરવાનો સંતોષકારક પ્રત્યુતર આપ્યો હતો.

મોટી સંખ્યામાં લોકોને એકત્ર ન થવાની ધારાસભ્યે અપીલ કરી
કલેકટરને આવેદન પત્ર આપવાની અપીલમાં ધારાસભ્યે તમામ સંગઠનો તથા સમાજના આગેવાનોને અપીલ કરી છે કે કોરોના સમયમાં સરકારની ગાઇડ લાઇનનું અનુકરણ કરવું ખૂબ જરૂરી છે તેમજ વધુ સંખ્યામાં ભેગા થવાથી કોરોના સંક્રમણ ફેલાવાનો પણ ભય છે. જેથી બહોળી સંખ્યામાં લોકો ને એકત્ર ન થવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...