તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હોબાળો:મુન્દ્રા-બારોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં કથિત જમીન કૌભાંડ મામલે વિપક્ષની તડાપીટ

ભુજ3 મહિનો પહેલા
  • હોબાળાના પગલે સામાન્ય સભાની કાર્યવાહી વહેલી પૂર્ણ કરી દેવાઈ

ગ્રામ પંચાયતથી નગર પાલિકાનો દરજ્જો હાંસિલ કરનારી મુન્દ્રા - બરોઇ પાલિકા તેના પ્રથમ વર્ષની ત્રીજી સામાન્ય સભામાં થયેલા હોબાળાને કારણે આજે ચર્ચામાં આવી છે. સતાપક્ષ દ્વારા કરવામાં આવેલા વિવિધ ઠરાવો અને જમીન કૌભાંડ મામલે વિપક્ષ કોંગ્રેસ દ્વારા પૂછાયેલા પ્રશ્નો તથા આરોપ પત્યારોપના પગલે મામલો ગરમ બની જવા પામ્યો હતો. અને ઉપસ્થિત પોલીસ પ્રશાસનના પ્રયાસો નિરર્થક સાબિત થતા જોઈ સભા અધૂરીજ પુરી કરી દેવામાં આવી હતી.

મુંદ્રા બરોઇ નગર પાલિકાની પ્રમુખ કિશોરસિંહ પરમારની અદયક્ષતામાં આજે ત્રીજી સામાન્ય સભા યોજાઈ હતી જેમાં શાસકપક્ષ અને વિરોધપક્ષ વચ્ચે વિવિધ ઠરાવોને લઈને હોબાળો થયો હતો. કોંગ્રેસના નગર સેવક ઇમરાન જત, કાનજી સોધાણા અને જાવેદ પઠાણએ ઉગ્ર રજૂઆતો કરી હતી જેમને સમજાવવા પોલીસ દ્વારા દરમ્યાનગીરી કરવામાં આવી હતી અને મામલો શાંત પાડવા માટે પ્રયત્ન કરવા પડ્યા હતા. પરંતુ ગરમ બનેલું વાતાવરણ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા વિરોધ પક્ષને પોતાની વાત રાખવા માટે તક આપ્યા વગરજ સભા આટોપી લેવાઈ હતી.

મુન્દ્રા કોંગેસ પક્ષના નગર સેવકો દ્વારા મુન્દ્રા ખાતે કિંમતી જમીન અને વિવધ મામલે સામાન્ય સભા દરમ્યાન વેધક સવાલો ખડા કરવામાં આવ્યા હતા, જેના સંતોષકારક જવાબો ન મળતા વિપક્ષે સત્તાધારી ભાજપ પક્ષના હોદેદારો પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા મામલો ગરમાયો હતો અને પરિણામે સભાને અધવચ્ચેજ પુરી કરી દેવામાં આવી હતી આથી વિપક્ષની વાત હવામાંજ ઓગળી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...