તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના વાયરસને પગલે ચીનમાં રોકાણ કરનારા દેશો હવે અન્ય દેશોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છે ત્યારે કચ્છ વિસ્તાર અને ભૌગોલિક દ્રષ્ટિએ ઔદ્યોગિક વિકાસને વેગ આપવા માટે મહત્વનું સ્થાન હોઇ, ભુજના ધારાસભ્ય અને રાપરના પૂર્વ ધારાસભ્યએ દેશના વડાપ્રધાન તથા જાપાન, અમેરિકા, ચીન સહિતના દેશોના ભારતીય દૂતાવાસ સમક્ષ કચ્છમાં રોકાણ માટેની સુવિધાઓથી વાકેફ કરીને, અહેવાલ રજૂ કર્યો હતો.
ભારત તરફ સૌની અમીદ્રષ્ટિ છે ત્યારે કોરોનાની માનવ કે, કુદરત સર્જિત આપત્તિનો સામનો કરતા ભારતમાં ઔદ્યોગિક વિકાસની તક ઉભી થઇ છે.
2001ના ભૂકંપના વિનાશ બાદ બેઠો થયેલો કચ્છ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી રહ્યો છે. જિલ્લામાં પરિવહન માટે જમીન, સમુદ્ર અને હવાઇ માર્ગે પૂરતી સગવડો છે. જાપાન અમેરિકા સહિતના અનેક સમૃદ્ધ રાષ્ટ્રો પોતાના ચીન ખાતેના ઔદ્યોગિક એકમોને અન્ય દેશમાં સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છે, જેમાં ભારત તરફ સૌની અમીદ્રષ્ટિ છે ત્યારે કોરોનાની માનવ કે, કુદરત સર્જિત આપત્તિનો સામનો કરતા ભારતમાં ઔદ્યોગિક વિકાસની તક ઉભી થઇ છે. અન્ય રાષ્ટ્રોના ઔદ્યોગિક એકમો આવવાની શક્યતા વચ્ચે ઉદ્યોગપતિઓને કચ્છની પસંદગી કરવા દેશના વડાપ્રધાન સહિત જાપાન, ચીન, અમેરિકા સહિતના દેશોના ભારતીય એમ્બેસીના વડાઓને રજૂઆત કરી, કચ્છમાં ઉદ્યોગો માટે રહેલી તકોથી વાકેફ કરતાં રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ કચ્છના સી.એ. રાજેશ ખંડોલ દ્વારા તૈયાર કરાયેલા કચ્છમાં ઉદ્યોગો માટેની તકો અને ઉપલબ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના અહેવાલ સાથે કચ્છનો ચિતાર રજૂ કર્યો હતો..
આ ઉપરાંત ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્યએ પણ વિદેશથી ભારતમાં સ્થળાંતર કરવા ઇચ્છતા ઉદ્યોગો માટે કચ્છને પ્રાધાન્ય આપવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લેખિત રજૂઆત કરી હતી.
ઉદ્યોગો સ્થાપવા માટે કચ્છમાં ઉપલબ્ધ સુવિધા
ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબ વિશાળ ખારાશવાળી જમીન, અદાણી પાવર અને ટાટા પાવર થકી પૂરતો વીજ પુરવઠો, કચ્છ માર્ગ અને રેલવેલાઇનથી રાષ્ટ્ર સાથે જોડાયેલું હોવાથી ઔદ્યોગિક ઉત્પાદનની હેરફેર, કચ્છનું મુંબઇ, અમદાવાદ જેવા મહત્વના વ્યવસાયિક કેન્દ્રો સાથે હવાઇ જોડાણ, કચ્છ ખનીજની દ્રષ્ટિએ સમૃદ્ધ પ્રદેશ હોવાથી લિગ્નાઇટ, બોક્સાઇટ, જિપ્સમનો મોટો સંગ્રહ, પાણીની જરૂરિયાત માટે કચ્છમાં નહેર વાટે પાણી મળી રહ્યું છે તેમાં યોગ્ય આયોજન કરી સરકાર નર્મદાના નીર પૂરા પાડી શકે તેમ છે. જિલ્લાના બે મોટા શહેરો ભુજ, ગાંધીધામમાં શાળા, કોલેજ, હોસ્પિટલ વગેરે સુવિધાઓ હોઇ કચ્છ જિલ્લો મોટા, મધ્યમ અને નાના ઉદ્યોગો સ્થાપવા માટેનું મહત્વનું સ્થાન હોવાનું ભુજના ધારાસભ્ય ડો. નિમાબેન આચાર્ય અને રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ જણાવ્યું હતું.
રોકાણકારોને કચ્છની પસંદગી માટે સલાહ આપીશું: ભારતીય દુતાવાસ
રાપરના પૂર્વ ધારાસભ્ય પંકજ મહેતાએ કરેલી રજૂઆતના જવાબમાં જાપાન ખાતેના ભારતીય દૂતાવાસ સંજયકુમાર વર્માએ જણાવ્યું હતું કે, સંભવિત જાપાની રોકાણકારોને સુવિધાઓને ધ્યાને લઇ કચ્છની પસંદગી માટે સલાહ આપીશું..
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.