તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિઃશુલ્ક ઓપરેશન:બિદડા સર્વોદય ટ્રસ્ટની રોગ શિબિરમાં 21 દર્દીઓના ઓપરેશન નિઃશુલ્ક કરાયા

બિદડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 47મા મેડિકલ-સર્જિકલ કેમ્પમાં વિવિધ પ્રકારના દર્દીઓ આવરી લેવાયા

બિદડા સર્વોદય ટ્રસ્ટ મધ્યે વિવિધ રોગ શિબિર અંતર્ગત મમીબાઈ હીરજી રતનશીની પુણ્યસ્મૃતિમાં હા.નેમચંદભાઈ હિરજી રાંભિયા અને કલ્યાણજીભાઇએ રાંભિયાના સહકારથી જનરલ સર્જરી કેમ્પનું આયોજન કરાયું હતું. 47મા મેડિકલ અને સર્જિકલ કેમ્પના મુખ્ય દાતા મિનલબેન અને ડો.અનિલ મોદી (અમેરિકા) હા.તારાલક્ષ્મી ગંગાદાસ મોદી રહ્યા હતા. જેમાં 4 હરણીયા, એક-એક એપેન્ડિક્સ, હરસ મસા, એક હાયપોસ્પેડીયા, 2 ગાયનેકોમેસ્ટિક, 12 નાની મોટી ગાંઠ અને રસોડીના મળી કુલ 21 દર્દીઓના ઓપરેશન નવનીત સર્જીકલ વિભાગમાં નિઃશુલ્ક કરાયા હતા.

દર્દીઓએ માત્ર એક્સ-રે, લેબોરેટરી અને દવાનો ચાર્જ ભર્યો હતો. જનરલ સર્જન ડો.કટુઆએ દર્દીઓની તપાસ કરીને પસંદગી કર્યા બાદ ઓપરેશન સ્થાનિકે કર્યા હતા. એનેસ્થેટિક તરીકે ડો.સુરેખા સાબુએ સેવા આપી હતી. અરવિંદ મારવાડા, મોહન મહેશ્વરી, નિતીન ગોર, દિનેશ મહેશ્વરીએ સહકાર આપ્યું હતું. મેડિકલ ઓફિસર ડો.ભરત ધરોડે દર્દીઓની સંભાળ રાખી હતી. મેડિકલ ડાયરેકટર ડો.પ્રદીપ ગણાત્રાના માર્ગદર્શન હેઠળ કેમ્પનું આયોજન કરાયું હતું. ચેરમેન વિજયભાઈ છેડાએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે પણ રોગોથી પીડાતા દરેક પ્રકારના દર્દીઓ માટે ટ્રસ્ટ કાર્યરત છે. ટ્રસ્ટી શાંતિભાઈ વિરા, ડો.મયુર મોતા અને પિયુષભાઈ સાવલાએ જણાવ્યું હતું કે દરેક દર્દી અને બરાદાસીઓની કોરોનાની તપાસણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...