તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માઇભક્તોના દર્શન શરૂ:કચ્છના કુલદેવી આઈશ્રી આશાપુરા માતાનો મઢના દ્વાર ખુલ્યા, ભક્તોમાં ઉત્સાહનો માહોલ

ભુજ9 દિવસ પહેલા
  • માતાના મઢ મંદિર જાગીર ટ્રસ્ટના મહંત દ્વારા જાહેર પ્રવેશદ્વાર ધાર્મિકવિધિ સાથે ખોલવામાં આવ્યો
  • અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે

કચ્છના પશ્ચિમ સરહદે આવેલા પ્રસિદ્ધ તીર્થસ્થાન માતાના મઢ ખાતે આજે 54 દિવસ બાદ ફરી માઇભક્તોના દર્શન માટે કચ્છના કુળદેવી આઈશ્રી આશાપુરા માતાજી મંદિરના દ્વારા વાજતે ગાજતે ખુલવામાં આવ્યા હતા.

આજે 54 દિવસ બાદ ફરી માઇભક્તોને દર્શન થશે
કોરોનાની બીજી લહેરમાં વણસી ગયેલી પરિસ્થિતિને કાબુમાં લેવા સમગ્ર રાજ્યના મોટા મંદિરો સાથે માતાનામઢ સ્થિત આશાપુરા મંદિરના જાહેર દર્શન પર તંત્ર દ્વારા રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે જ્યારે કોરોના સંકમણમાં રાહતરૂપ ઘટાડો આવી ગયો છે. ત્યારે 54 દિવસ બાદ ફરી રાજ્યના તમામ જાણીતા તીર્થસ્થાનોને કોરોના નિયમોની અમલવારી અને તકેદારીના પગલાં સાથે આજથી ખુલવામાં આવ્યા છે. જેની સાથે કચ્છના માતાના મઢને પણ હવે ભાવિકોને દર્શન માટે ખુલવામાં આવ્યું છે.

વાજતે ગાજતેમાં આશાપુરાના મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા
આજ વહેલી સવારે માતાના મઢના મહંત યોગેન્દ્રસિંહજી રાજબાવાની અધ્યક્ષતામાં જાગીર ટ્રસ્ટના સભ્યો અને દર્શનર્થીઓની ઉપસ્થિતિમાં ધાર્મિક વિધિ સાથે વાજતે ગાજતેમાં આશાપુરાના મંદિરના દ્વારા ખોલવામાં આવ્યા હતા. મંદિરમાં દર્શન માટે કોરોના ગાઈડલાઈનના સખ્ત પાલન માટે મંદિર દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવિકોની ભીડ ના થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. અતિથિ ગૃહ અને ભોજન શાળા બંધ રાખવામાં આવી છે. દર્શનનો સમય રાબેતા મુજબજ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે તા. 11 એપ્રિલથી મંદિર ભક્તો માટે બંધ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...