આયોજન:ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિયેશન દ્વારા ઓપન કચ્છ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ

ભુજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિયેશન દ્વારા કચ્છના તમામ તાલુકાના ફોટોગ્રાફર ભાઈઓ માટે ઓપન કચ્છ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા.બીજી અને ત્રીજી ઓકટોબરના રોજ ભુજના જ્યુબિલી ગ્રાઉન્ડ મધ્યે કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના તમામ તાલુકાની ટિમોએ ભાગ લીધો હતો. નખત્રાણાની ટિમ ચેમ્પિયન અને ભુજની ટીમ રનર્સઅપ બની હતી. ભાર્ગવ દરજી(નખત્રાણા) મેન ઓફ ધ સિરીઝ જાહેર થયા હતા. અશોક રબારી (ભુજ) બેસ્ટ બેટ્સમેન અને સચિન (નખત્રાણા ) બેસ્ટ બોલર જાહેર થયા હતા. શનિ અને રવિવારે જયુબિલી ગ્રાઉન્ડમાં કચ્છના તમામ ફોટોગ્રાફરોએ આનંદ અને ઉત્સાહ પૂર્વક ભાગ લઇ સમગ્ર ટુર્નામેન્ટ નો ભરપૂર આનંદ માણ્યો હતો.

સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન ભુજ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસીએશન દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રમુખ ચત્રભુજભાઈ ધામણીની આગેવાની હેઠળ લલિત વ્યાસ, કપિલ ગોર, ભાવેશ ઠક્કર, મયુર ચૌહાણ, જય કંસારા, ભાવિક ગોર, વિરલ ઠક્કર, તુષાર ખત્રી, દુર્ગેશ ગોર , અનવર ગોહીલે ,જહેમત ઉઠાવી હતી. પ્રકાશભાઈ ગોસ્વામીએ આર્થિક સહયોગ આપ્યો હતો. અજયભાઈ પારેખ , પ્રકાશભાઈ ગાંધી , પરેશભાઈ કપ્ટાએ કાર્યક્રમ માં હાજરી આપી ઉત્સાહ વધાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...