તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કચ્છમાં લોકોએ બન્ને લોક ડાઉનનું ચૂસ્તપણે પાલન કરતાં એક માસમાં માત્ર 6 દર્દીને કોરોનાએ લપેટ્યા હતા પણ ત્રીજા લોક ડાઉનમાં મુંબઇ અને અમદાવાદ સહિતના રેડ ઝોનમાંથી લોકોને કચ્છમાં પ્રવેશવાની મંજૂરી મળતાં માઠા પરિણામ આવી રહ્યા હોય તેમ માત્ર એક દિવસમાં છ દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. અંજાર તાલુકામાં કોરોનાએ કાળો કેર વર્તાવતાં બુઢારમોરાના 5 અને મેઘપર (બો)નો એક મળી છ દર્દીને ચેપી વાયરસે ભરડામાં લીધા છે. કચ્છમાં પ્રથમવાર એકસામટા આટલી મોટી સંખ્યામાં કેસ બહાર આવતાં ધંધે લાગેલા આરોગ્ય વિભાગે પોઝિટીવ લોકોના સંપર્કમાં આવેલાઓને ક્વોરન્ટાઇન કરવા સહિતની કામગીરી કરી હતી. તેની સાથે કચ્છમાં કોરોનાના દર્દીઓનો આંક 16 પર પહોંચ્યો હતો. તમામ પોઝિટીવ દર્દીને ગાંધીધામની હરિઓમ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.
સાતમી તારીખે મુંબઇથી બુઢારમોરા આવેલા પ્રવીણ હરીલાલ સથવારા નામના 30 વર્ષીય યુવાનને હોમ ક્વોરન્ટાઇનના સમયગાળા દરમિયાન તા. 9ના તાવ સહિતના લક્ષણ સાથે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તા. 10ના તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જેને પગલે તેની સાથે બસમાં આવેલા સ્નેહી અને પરિવારના 39 જેટલા લોકોને ગાંધીધામની લીલાશા કુટિયામાં ઇન્સ્ટીટ્યૂટ ક્વોરન્ટાઇન કરાયા હતા. દરમિયાન તેમના સેમ્પલ લેવાતાં એક પરિવારના ત્રણ સહિત પાંચને કોરોના હોવાનું રિપોર્ટમાં જણાયું હતું. બુઢારમોરાના મુકેશ સથવાર (ઉ.વ. 29), વિજય એમ. માનાણી (ઉ.વ. 28), રમેશ એમ. સથવારા (ઉ.વ. 31) તેમના પત્ની
...અનુસંધાન પાના નં. 2અર્ચનાબેન (ઉ.વ. 29) અને 9 વર્ષના બાળક મીતનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગમાં હડકંપ થયો હતો. આ તમામને હરિઓમ ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામા આવ્યા હતા.
બીજી બાજુ શનિવારે આદિપુરમાં ગાંજા સાથે ઝડપાયેલા મેઘપર બોરીચીના આરોપી પ્રકાશ અમરસિંહ ભીલ (ઉ.વ. 22)નો પણ સરકારી માર્ગદર્શિકા મુજબ જેલવાસ દરમિયાન નમૂનો લેવાયો હતો તેનો રિપોર્ટ પણ પોઝિટીવ આવતાં જેલ પ્રશાસન ધંધે લાગ્યું હતું અને આરોપીના સંપર્કમાં આવેલા પોલીસ કર્મચારીઓને અલગથી તારવવા સહિતની કાર્યવાહી કરવામા આવી હતી.
બોકસ હે. 5 મહિલા, 10 પુરૂષ અને બાળક ચપેટમાં
કચ્છમાં અત્યાર સુધી નોંધાયેલા કોરોનાના 16 દર્દીમાં 5 મહિલા, 10 પુરૂષ અને એક બાળકનો સમાવેશ થાય છે. મહિલામાં બે પ્રૌઢ અને પુરૂષમાં બે વૃધ્ધ છે જે પૈકી માધાપરના એક દર્દીનો સારવાર દરમિયાન જીવનદીપ બુઝાઇ ગયો હતો. બાકીના દર્દીમાં 8 યુવાન અને 3 યુવતી છે જ્યારે બુઢારમોરાના એકમાત્ર બાળકને કોરોનાએ ચપેટમા લીધા છે.
જડસાના ઘાયલનો અમદાવાદમાં પોઝિટીવ રિપોર્ટ
ભચાઉ તાલુકાના જડસામાં થયેલા ફાયરિંગમાં 25 વર્ષીય યુવક હરેશ માના પરસોડને ગંભીર ઇજા થતાં પ્રથમ ભચાઉ બાદમાં ભુજની જીકેમાં દાખલ કરાયો હતો પણ તબિયત નાજૂક થતાં વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો જ્યાં તેનો કોરોના પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો.
વધુ 3 શંકાસ્પદ, 55ના રિપોર્ટ નેગેટિવ
સોમવારે આરોગ્ય વિભાગ દ્વારા અંજાર તાલુકાના 30 મળીને 61 નમૂના પરીક્ષણ માટે મોકલ્યા હતા જે પૈકી 55 નેગેટિવ આવ્યા હતા. દરમિયાન ભુજના 27 વર્ષીય યુવક, નખત્રાણાના 60 વર્ષના પુરૂષ અને ગાંધીધામની 45 વર્ષીય મહિલાને શંકાસ્પદ લક્ષણો સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા તેમના રિપોર્ટની રાહ જોવાઇ રહી છે.
ટીમ જડસા ધસી ગઇ, ગામ કન્ટેઇન્મેન્ટ
જડસા ગામમાં પોઝિટીવ દર્દી નીકળતાં આરોગ્ય વિભાગની ટીમ ધસી ગઇ હતી અને દર્દીના સંપર્કમાં આવેલા સ્થાનિક લોકોને ક્વોરન્ટાઇન કરવા સહિતની કામગીરી હાથ ધરી હતી. સૂત્રોનું માનીએ તો તબીબો, પોલીસ કર્મચારી અને સ્નેહીજનો સહિત અનેક લોકો પોઝિટીવ યુવકના સંપર્કમાં આવ્યા હતા.
કચ્છનો પ્રથમ કેસ 21 માર્ચના નોંધાયો
લખપત તાલુકાના આશાલડી ગામના મહિલાને ભુજમાં 20 માર્ચે દાખલ કરાયા બાદ 21મીએ તેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો જે કચ્છનો પ્રથમ કેસ હતો. ત્યાર બાદ 19 એપ્રિલ સુધી માધાપરના 4 અને કોટડા મઢનો એક મળી 5 અન્ય દર્દી પોઝિટી હોવાનું બહાર આવ્યું હતું. આમ એક માસ જેટલા ગાળામાં માત્ર છ દર્દીને કોવીડ-19ના વાયરસનો ચેપ લાગ્યો હતો.
જડસા-મેઘપરના કેસમાં 100 જેટલા ક્વોરન્ટાઇન
જડસાના ઇજાગ્રસ્તનો પોઝિટિવ રિપોર્ટ આવતાં તેમના સંપર્કમાં આવેલા સ્થાનિક અને ભચાઉના તબીબ સહિત 25ને તેમજ ભુજની જનરલ હોસ્પિટલના 18 મળીને 43 લોકોને ભુજ અને ભચાઉમાં ક્વોરન્ટાઇન કરાયા હતા. મેઘપર (બો)ના કેસમાં ગામના 23 અને પોલીસના 30થી વધુ કર્મચારીને ક્વોરન્ટાઇન કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ હતી તેમ જિલ્લા આરોગ્ય વડા ડો. પ્રેમકુમાર કન્નરે કહ્યું હતું.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.